Gujarati News

Weather News: 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી

Published: October 23, 2025 • Language: English

ગુજરાતમાં 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં સામાન્યથી મધ્યમ માવઠાની શક્યતા રહેલી છે અને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લામાં માવઠું થશે સાથે સાથે ડાંગ સહિત જિલ્લાઓમાં કમોસમી વરસાદ રહેશે, રાજ્યની અંદર ફરી એક માવઠાનો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં 25 ઓક્ટોબર 2025 થી 2 નવેમ્બર 2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ માવઠાના વરસાદ જોવા મળે તેવું અનુમાન છે માવઠા દરમિયાન પવનની ઝડપ પણ નોર્મલ દિવસો કરતાં વધી શકે છે.

જાફરાબાદ બંદપ પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ

ગુજરાતમાં હજી પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદપ પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, દરિયો તોફાની બને તેવી શકયતાઓ સેવાઈ રહી છે. આસપાસના વિસ્તારની બોટ પણ સુરક્ષિત રીતે બંદર પર પહોંચી ગઈ છે, સમુદ્રમાં ડિપ્રેશનના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

Read more

← Back to Home