Gujarati News

Railway News : છઠ પૂજાને લઈ ગુજરાતથી કુલ 36 જેટલી વિશેષ ટ્રેનોની વ્યવસ્થા, આગામી 5 દિવસમાં વધુ 1500 ટ્રેન દોડાવવાની યોજના

Published: October 24, 2025 • Language: English

અત્યાર સુધી 1 લાખથી વધુ મુસાફરો યુપી, બિહાર ગયા છે અને સુરક્ષા માટે CCTV અને રેલવે પોલીસની બાજ નજર છે, આગામી 5 દિવસમાં 1500 ટ્રેન દોડાવવાની યોજના છે અને છેલ્લા 10 વર્ષ કરતા આ વર્ષે મુસાફરોનો વધુ ધસારો જોવા મળ્યો છે.

રેલવે પોલીસ, સ્ટેશન વહીવટ, ઝોનલ અધિકારીઓ અને રેલવે બોર્ડ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે

વિશેષ ટ્રેનોમાં વધારાના કોચજોડવામાં આવ્યા છે જેથી મુસાફરોને વધુ જગ્યા મળે અને સુરતમાં ઉધના સ્ટેશન પર ભારે ટ્રાફિક જોવા મળ્યો છે, સુરત રેલવે સ્ટેશનનું રી-ડેવલપમેન્ટ કાર્ય ચાલુ હોવાથી મુસાફરો ઉધના તરફ વળ્યા છે અને વલસાડ-વાપી પર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, રેલવે વિભાગે મુસાફરોને સલાહ આપી છે કે, IRCTC વેબસાઈટ અથવા એપ પરથી અગાઉથી બુકિંગ કરાવો અને સ્ટેશન પર વહેલા પહોચો.

નવનિર્મિત બિલ્ડિંગમાં ટિકિટ કાઉન્ટર તેમજ 4 થી 5 હજાર મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે સરસપુર તરફ 3230 ચોરસ ફૂટ અને પ્લેટફોર્મ નં. 01 તરફ 8072 ચોરસ ફૂટના પેસેન્જર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જેમાં પૂરતી બેસવાની સુવિધા, શુદ્ધ પીવાનું પાણી, પ્રકાશ, પંખા, શૌચાલય તેમજ જાહેર જાહેરાત પ્રણાલી જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાબરમતી સ્ટેશન પર નવનિર્મિત બિલ્ડિંગમાં ટિકિટ કાઉન્ટર તેમજ 4 થી 5 હજાર મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવેશ અને નીકળવાના દરવાજા અલગ રાખવામાં આવ્યા છે જેથી અવરજવરનો પ્રવાહ સરળ રહે. 15 થી 28 ઑક્ટોબર 2025 દરમિયાન તબીબી ટીમની તૈનાતી પણ રાખવામાં આવી છે જેથી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત સારવાર મળી શકે.

સુરક્ષા કર્મીઓ તથા રેલવે કર્મચારીઓના માર્ગદર્શનનું પાલન કરે

આ સુવિધાઓના માધ્યમથી પશ્ચિમ રેલવેનો અમદાવાદ મંડળ યાત્રીઓને તહેવારના દિવસોમાં પણ સુરક્ષિત, આરામદાયક અને સમયસર મુસાફરીની ખાતરી આપે છે. આ ઉપાયો યાત્રીઓને લાંબી કતારો, અનાવશ્યક ભીડ અને અસુવિધાથી રાહત આપશે તેમજ સ્ટેશન પર સુરક્ષા અને સ્વચ્છતા સ્તર પણ વધારશે. પશ્ચિમ રેલવેનો અમદાવાદ મંડળ યાત્રીઓને વિનંતી કરે છે કે તેઓ સ્ટેશન પર નિર્ધારિત હોલ્ડિંગ એરિયાનું ઉપયોગ કરે અને સુરક્ષા કર્મીઓ તથા રેલવે કર્મચારીઓના માર્ગદર્શનનું પાલન કરે જેથી દરેક યાત્રી માટે મુસાફરીનો અનુભવ સુખદ અને સુરક્ષિત બની રહે.

 

Read more

← Back to Home