Gujarati News

PMએ કહ્યું- પટેલ ઇચ્છતા હતા કે આખું કાશ્મીર એક હોય:નેહરુએ તેને વિભાજીત કર્યું; કોંગ્રેસે તે કર્યું જે અંગ્રેજો ન કરી શક્યા, વંદે માતરમનો એક ભાગ કાપી નાખ્યો

Published: October 31, 2025 • Language: English

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે, શુક્રવારે, 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એકતા નગરમાં સ્થિત સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ અવસરે, એકતા નગરમાં પ્રથમવાર દિલ્હી જેવી પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. PM મોદીએ આ પરેડમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે તે કર્યું જે અંગ્રેજો ન કરી શક્યા. કોંગ્રેસે ધાર્મિક આધાર પર વંદે માતરમનો એક ભાગ દૂર કર્યો. આનો અર્થ એ છે કે કોંગ્રેસે સમાજને વિભાજીત કર્યો અને બ્રિટિશ એજન્ડાને આગળ ધપાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના સફળ પ્રવાસને સમાપ્ત કરીને વડોદરા એરપોર્ટથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા. વડાપ્રધાન મોદીની હાજરીમાં આ ભવ્ય પરેડ રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. ગુજરાતના વિવિધ શહેરોમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી. રાષ્ટ્રીય એકતા દિવસ પર PM મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આપેલા સંબોધનના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ નીચે મુજબ છે: સરદાર પટેલ અને એકતાનો સંદેશ કોંગ્રેસ અને ભૂતકાળની ભૂલો પર પ્રહાર વર્તમાન ભારતની શક્તિ અને સંકલ્પ રાષ્ટ્રીય એકતા પરેડ: શિસ્ત, શૌર્ય અને નારી શક્તિનું અદ્દભુત પ્રદર્શન
લોખંડી પુરુષ, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગર ખાતે યોજાયેલી ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ ભારતીય સંરક્ષણ દળોની શિસ્ત, કૌશલ્ય અને બહાદુરીનું પ્રતીક બની રહી. આ પરેડમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય પોલીસ દળોએ ભાગ લીધો હતો. પરેડમાં નારી શક્તિનું પ્રદર્શન સ્વદેશી ગૌરવ અને વિશેષ આકર્ષણો વીરતા અને એકત્વના ટેબ્લો ભવિષ્યનો કાર્યક્રમ: ભારત પર્વ 2025
વડાપ્રધાને જાહેરાત કરી કે, ‘ભારત પર્વ 2025’નું આયોજન 1થી 15 નવેમ્બર દરમિયાન એકતા નગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલમાં કરવામાં આવશે. 15 દિવસ સુધી ચાલનારા આ પર્વ દરમિયાન, ભારતના સમૃદ્ધ વારસા અને વિવિધતામાં એકતાની ભાવના દર્શાવતા કાર્યક્રમો યોજાશે. દરરોજ સાંજે, બે રાજ્યો ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે તેમની સાંસ્કૃતિક વિશેષતાઓ દર્શાવતા કાર્યક્રમો રજૂ કરશે. ભારત પર્વ 15 દિવસ સુધી ચાલશે
ભારત પર્વ 2025, 15 નવેમ્બર દરમિયાન એકતા નગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલમાં યોજાશે. ભારત પર્વ દરમિયાન, ભારતના સમૃદ્ધ વારસા અને વિવિધતામાં એકતાની ભાવના દર્શાવતા કાર્યક્રમો યોજાશે. દરરોજ સાંજે, બે રાજ્ય ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે તેમની સાંસ્કૃતિક વિશેષતાઓ દર્શાવતા કાર્યક્રમો રજૂ કરશે. કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીની તસવીરો… આ પણ વાંચો : કેવડિયામાં PMમના હસ્તે 1220 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત આ પણ વાંચો, આવું હશે કેવડિયામાં બનનારું રજવાડાનું મ્યુઝિયમ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીની પળેપળની અપડેટ્સ માટે બ્લોગ વાંચો…

← Back to Home