Gujarati News

PGVCL ટીમ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી:રાણપુરના ખોખરનેસ ગામે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.

Published: November 4, 2025 • Language: English

રાણપુર તાલુકાના ખોખરનેસ ગામે PGVCLની ટીમ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલો રાણપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના આજે સવારે બની હતી જ્યારે PGVCLની ટીમ ખોખરનેસ ગામે વીજ ચેકિંગ માટે ગઈ હતી. ચેકિંગ દરમિયાન ટીમ અને ગ્રામજનો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગામના સરપંચ ભરતભાઈ સાકળીયા અને અન્ય ગ્રામજનોનો આક્ષેપ છે કે PGVCLના અધિકારીઓ કોઈ મંજૂરી વગર ઘરોમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં સામાન વેરવિખેર કર્યો હતો. બીજી તરફ, PGVCLના અધિકારીઓનું કહેવું છે કે તેમણે નિયમોનુસાર મંજૂરી લઈને જ ઘરોમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ગ્રામજનો પર તેમની ફરજમાં રૂકાવટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે PGVCLના કર્મચારી દીપ્તિબેન ગોહિલે અને ખોખરનેસ ગામના સરપંચ ભરતભાઈ સાકળીયાએ માહિતી આપી હતી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Read more

← Back to Home