Gujarati News

Maharashtra : આવતીકાલે શનિવારે સાંજે 5 વાગે Sunetra Pawar ઉપમુખ્યમંત્રી તરીકે લેશે શપથ

Published: February 1, 2026 • Language: English

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પરિવર્તનની અપેક્ષા છે. સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી (ડીસીએમ) બનવાની ઓફર સ્વીકારી છે. તેઓ આવતીકાલે શનિવારે સાંજે 5 વાગ્યે શપથ લેશે.

એક્સાઇઝ અને રમતગમત મંત્રાલયોની જવાબદારી પણ સંભાળશે

નાયબ મુખ્યમંત્રી પદ સંભાળવા ઉપરાંત, તેઓ એક્સાઇઝ અને રમતગમત મંત્રાલયોની જવાબદારી પણ સંભાળશે. આ નિર્ણયથી રાજ્ય સરકારમાં નેતૃત્વ અને વહીવટી સંતુલન વધુ મજબૂત થવાની અપેક્ષા છે.

સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાની માંગ કરી

અજિત પવારના અવસાન બાદ મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી પદ ખાલી પડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારના પત્ની સુનેત્રા પવાર આવતીકાલે સાંજે 5 વાગે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. જો સુનેત્રા પવાર પદના શપથ લેશે, તો મહારાષ્ટ્રને પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી મળશે. શુક્રવારે, NCP નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી અને સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાની માંગ કરી હતી.

મુંબઇમાં યોજાશે બેઠક

સૂત્રોના જણાવ્યા અનુસાર, NCPના તમામ ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક કાલે સવારે 11 વાગ્યે મુંબઈમાં યોજાશે. આ બેઠકમાં, સુનેત્રા પવારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે, ત્યારબાદ તેઓ સાંજે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શુક્રવારે, NCP નેતાઓ છગન ભુજબળ, સુનીલ તટકરે, ધનંજય મુંડે અને પ્રફુલ્લ પટેલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી અને સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન

બુધવારે અજિત પવારના અવસાન પછી, NCP સમર્થકો સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. સમર્થકોનું કહેવું છે કે જો સુનેત્રા નાયબ મુખ્યમંત્રી બને છે. તો અજિત પવાર સત્તામાં રહેશે. આ સાથે, NCP નેતાઓ માંગ કરી રહ્યા છે કે જે વિભાગો અજિત પવાર પાસે હતા તે સુનેત્રા પવારને આપવામાં આવે.

આ પણ વાંચો—-    Ajit Pawarના પત્ની Sunetra Pawarનું મહારાષ્ટ્રના DyCM બનવાનું નક્કી, આવતીકાલે NCPની બેઠક

← Back to Home