Gujarati News

LCB એ ચોરીનો ભેદ ઉકેલ્યો:ચોરાયેલી મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી લીધો

Published: November 4, 2025 • Language: English

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ વાહન ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને ચોરાયેલી મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો, શખ્સ પાસેથી પાસેથી રૂ.50,000ની કિંમતની મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ LCBની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ધીરુભાઈ ઉર્ફે ચંકી ડાન્સર બાબુભાઈ પરમાર નામનો ઈસમ ગ્રે કલરની હોન્ડા શાઈન મોટરસાયકલ નંબર પ્લેટ વગરની લઈને ભાવનગર-શિહોર રોડ પર રાજહંસ કોમ્પ્લેક્સ સામે ઊભો છે અને આ મોટરસાયકલ ચોરીની હોવાની શંકા છે. બાતમીના આધારે LCBની ટીમે ઘટનાસ્થળે પહોંચી ધીરુ ઉર્ફે ચંકી ડાન્સર બાબુભાઈ પરમાર ઉંમર 35, રહે. ઓમ નમ શિવાય સોસાયટી, ફુલસર, ભાવનગર ને ઝડપી પાડ્યો હતો. તેની પાસે મોટરસાયકલના રજીસ્ટ્રેશન બુક કે અન્ય કોઈ આધાર દસ્તાવેજો માંગતા ન હતા, પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે, તેણે આશરે દસ મહિના પહેલા ભાવનગરના જવાહર મેદાન સામે આવેલા જોગસ પાર્ક પાસેથી આ મોટરસાયકલ ડાયરેક્ટ સ્ટાર્ટ કરીને ચોરી કરી હતી અને ત્યારથી તે તેનો ઉપયોગ કરતો હતો. LCB દ્વારા રૂ. 50,000ની કિંમતની મોટરસાયકલ કબજે કરવામાં આવી હતી. આરોપી ધીરુ ઉર્ફે ચંકી ડાન્સર બાબુભાઈ પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને વધુ તપાસ માટે બોરતળાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Read more

← Back to Home