Education

JEE Main 2026 : એપ્રિલ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો? શું કરવું અને શું ન કરવું? જાણો

Published: February 1, 2026 • Language: English

JEE મેઈન 2026નું જાન્યુઆરી સત્ર ઘણા વિદ્યાર્થીઓ માટે માત્ર પરીક્ષા નહીં પરંતુ એક સ્વ-મૂલ્યાંકન હતું. કેટલાક વિદ્યાર્થીઓએ સારો સ્કોર મેળવ્યો, જ્યારે કેટલાક નર્વસનેસ, સમયની કમી અથવા નાની ભૂલોના કારણે પોતાની ક્ષમતાથી ઓછું પ્રદર્શન કરી શક્યા. પરંતુ એપ્રિલ સત્ર એ જ વિદ્યાર્થીઓ માટે પોતાને ફરી સાબિત કરવાની બીજી તક છે. શિક્ષણ નિષ્ણાતોના કહેવા અનુસાર એપ્રિલ પ્રયાસને ક્યારેય બેકઅપ તરીકે ન જોવો જોઈએ, પરંતુ તેને એક મહત્વપૂર્ણ તક તરીકે લેવી જોઈએ.

ટ્રિક્સ અને શોર્ટક્ટ્સ પર ન રાખવું આધાર

જાન્યુઆરી સત્રમાંથી એક સ્પષ્ટ વાત સામે આવી છે કે ફક્ત ટ્રિક્સ અને શોર્ટકટ્સ પર આધાર રાખવાથી સફળતા મળતી નથી. પ્રશ્નોને સાચી રીતે સમજવા માટે તેની મજબૂત સમજ જરૂરી છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સમાં મૂળભૂત સિદ્ધાંતો સ્પષ્ટ હશે તો જ વિદ્યાર્થીઓ પ્રશ્નોને ઝડપથી અને ચોક્કસ રીતે ઉકેલી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ યોગ્ય તૈયારી હોવા છતાં ખોટા વિકલ્પ પસંદ કરે છે, જેનાથી ગુણ ગુમાવે છે.

દરેક પ્રશ્નોને ધ્યાનપૂર્વક વાંચવું

નિષ્ણાતોના મુજબ NCERT પુસ્તકો JEE મેઈન માટે સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ખાસ કરીને કેમિસ્ટ્રીમાં ઘણા પ્રશ્નો સીધા અથવા પરોક્ષ રીતે NCERT પરથી જ પૂછવામાં આવે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ અંદાજ લગાવીને જવાબ આપે છે અને નેગેટિવ માર્કિંગનો ભોગ બને છે. તેથી દરેક અધ્યાયને ધ્યાનપૂર્વક વાંચવો અને સમજીને અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે.

ઝડપ અને ચોકસાઈ પણ એટલી જ મહત્વપૂર્ણ

JEE મેઈન જેવી પરીક્ષામાં માત્ર જ્ઞાન જ પૂરતું નથી, પરંતુ ઝડપ અને ચોકસાઈ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સમયનું યોગ્ય આયોજન, યોગ્ય પ્રશ્ન પસંદગી અને ગણતરીમાં ભૂલ ન થાય તેની પ્રેક્ટિસ જરૂરી છે. મોક ટેસ્ટ આ માટે શ્રેષ્ઠ સાધન છે, પરંતુ માત્ર મોક ટેસ્ટ આપવું પૂરતું નથી. દરેક ટેસ્ટ પછી ભૂલોનું વિશ્લેષણ કરીને તેને સુધારવું જરૂરી છે.

NCERTને આધાર બનાવીને અભ્યાસ

જો કોઈ વિદ્યાર્થી ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ સાથે JEE મેઈનની તૈયારી કરી રહ્યો હોય, તો તેને NCERTને આધાર બનાવીને અભ્યાસ કરવો જોઈએ. બોર્ડ અને JEE બંને માટે તે પાયો પૂરું પાડે છે. સતત અભ્યાસ, પાછલા વર્ષના પ્રશ્નો ઉકેલવા અને થિયરી તથા ન્યુમેરિકલ્સ વચ્ચે સંતુલન જાળવવાથી બંને પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે.

સફળતાનો સાચો રસ્તો

જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કર્યા બાદ ફરી પ્રયાસ કરી રહ્યા છે, તેમના માટે નવી સામગ્રી પાછળ દોડવાને બદલે કોન્સેપ્ટ સ્પષ્ટતા પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ લાભદાયક છે. ઉચ્ચ ભારવાળા પ્રકરણોનું પુનરાવર્તન, નિયમિત ફોર્મ્યુલા રિવિઝન અને યોગ્ય સમય વ્યવસ્થાપન રેન્ક સુધારવામાં મદદરૂપ બને છે. સાથે સાથે માનસિક શાંતિ, પૂરતી ઊંઘ અને નિયમિત દિનચર્યા જાળવવી પણ એટલી જ જરૂરી છે. અંતમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે સરખામણી કરવાને બદલે પોતાની યોજના પર વિશ્વાસ રાખવો જોઈએ. સતત અને સ્માર્ટ તૈયારી જ JEE મેઈન 2026 એપ્રિલ પરીક્ષામાં સફળતાનો સાચો રસ્તો છે.

આ પણ વાંચો : Most Debt Stressed States: ભારતના 10 સૌથી વધુ દેવાગ્રસ્ત રાજ્યો, RBIનો ચોંકાવનારો રિપોર્ટ

← Back to Home