CHC સેન્ટરમાં મૂળભૂત સુવિધાઓના અભાવથી દર્દીઓને મુશ્કેલી:રૂવા આરોગ્ય કેન્દ્રમાં કરોડોનો છતાં લિફ્ટ, બેડ, શૌચાલય જેવી સુવિધાઓ ઠપ્પ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત રુવા સીએચસી સેન્ટરમાં છેલ્લા એક મહિનાથી લિફ્ટ બંધ છે, જ્યારે મહિલા વોર્ડનું શૌચાલય પણ ઉપયોગ માટે બંધ રાખવામાં આવ્યું છે. ઉપરાંત દાખલ થયેલા દર્દીઓ સાથે આવેલા પરિવારજનો માટે બેસવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી જેના કારણે દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને લઈને પૂર્વ મેયરે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. જ્યારે આરોગ્ય કેન્દ્રના તબીબે વહેલી તકે તમામ સુવિધાઓ પુનઃ શરૂ કરવાની ખાતરી આપી છે. સીએચસી સેન્ટરમાં મૂળભૂત સુવિધાઓના અભાવથી દર્દીઓને મુશ્કેલી
ભાવનગરના સુભાસનગર વિસ્તારમાં આવેલ રુવા સીએચસી સેન્ટરમાં મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હોવા છતાં તેનું યોગ્ય સંચાલન નથી થતું. છેલ્લા એક માસથી લિફ્ટ બંધ છે, પુરુષ અને મહિલા વોર્ડમાં બેડ પર ઓશિકા અને બ્લેંકેટ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી, તેમજ મહિલા વોર્ડનું શૌચાલય પણ બંધ રાખવામાં આવ્યું છે. પરિણામે દર્દીઓ તથા તેમના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અને વહેલી તકે તમામ સુવિધાઓ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એક મહિનાથી આરોગ્ય કેન્દ્રમાં લિફ્ટ બંધ
આ અંગે પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદીએ જણાવ્યું કે, વીપી સોસાયટી નજીક સુભાષનગરમાં જે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે તેમાં એક મહિનાથી આરોગ્ય કેન્દ્રમાં લિફ્ટ બંધ છે, જ્યારે દર્દીને બીજા કે ત્રીજા માળે દાખલ કરવામાં આવે છે, ત્યારે દર્દીઓને હેરાન થવું પડે છે. આરોગ્ય કેન્દ્રમાં મહિલા/ પુરુષના વોર્ડમાં બેડ મૂકવામાં આવ્યા છે, પણ કોઈ ઓશીકા નથી. ઓઢવાના બ્લેન્કેટની કોઈપણ સુવિધા નથી. દર્દીની સાથે આવેલા બહેનો અથવા ભાઈઓને કોઈ બેસવાની વ્યવસ્થા નથી. ખુરશી કે બેસવા માટે ટેબલ કોઈ પણ સુવિધા નથી. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના ધ્યાન પર મૂકીશું
ખાલી એક બેડ આપી દે છે અને દર્દી સાથે આવે તેને દર્દીના બેડ ઉપર બેસવું પડે તેવી પરિસ્થિતિ છે. આરોગ્ય કેન્દ્રની અંદર સ્પેશિયલ ટોયલેટ કરવામાં આવ્યા છે જે તેને આડે વસ્તુઓ મૂકી બંધ કરી દેવામાં આવ્યું છે. સરકાર પાસે લાગણી સાથે માંગણી છે વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે અને વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના ધ્યાન પર મૂકીશું અને મેં મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીને ધ્યાને મુક્યું છે પણ અહીંયા મેનેજમેન્ટનો ખુબ અભાવ હોય એવું લાગી રહ્યું છે. અલગ બાથરૂમની વ્યવસ્થા સુવિધા ઉભી કરવામાં આવી
આ અંગે આરોગ્ય કેન્દ્રના તબીબ શરદ પંડ્યાએ જણાવ્યું હતું કે, લિફ્ટનું કામ છે જે એજન્સીને કહી દીધેલું છે અને એનું કામ છે એ પ્રોસેસમાં છે. સેન્સર અને સોફ્ટવેરનો ઇસ્યુ હોવાથી એની ઉપર કામગીરી શરૂ છે. જલ્દીમાં જલ્દી કામ થઈ જશે. જે દર્દી માટે ઓશીકા અને ટેબલનો ઇસ્યુ છે એની મંજૂરી અમે ઉપરથી લીધી છે, એનું પણ ટૂંક સમયમાં નિરાકરણ લાવી અને ખરીદી કરવાના છીએ. મહિલા શૌચાલયમાં પાણી ભરાતું હતું. એટલે મચ્છરનો ઇસ્યુ થોડો હતો તે માટે થઈને દર્દીઓને તકલીફ ના પડે એ માટે અલગ બાથરૂમની વ્યવસ્થા હોવાથી ઓટરનેટ સુવિધા ઉભી કરવામાં આવી છે અને આ બધી સુવિધા પૂર્ણ થઈ જાય અને દર્દીને કોઈ તકલીફ ન થાય તેની કાળજી લેવામાં આવશે.
