BIG NEWS | આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્ત
Published: November 1, 2025 •
Language: English

Andhra Pradesh Venkateswara Swamy Temple Stampede: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
આંધ્રપ્રદેશના મંદિરમાં ભાગદોડ: 9 શ્રદ્ધાળુઓનાં મોત
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશિબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે સવારે દર્શન દરમિયાન મચેલી નાસભાગમાં 9 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન વેંકટેશ્વરના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.
