Gujarat

Anand : ઉમરેઠ બસ સ્ટેશન પાસે દારૂના નશામાં ધૂત નબીરાએ સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો, પોલીસે તપાસ શરુ કરી

Published: February 1, 2026 • Language: English

આણંદ જિલ્લાના ઉમરેઠ બસ સ્ટેશન નજીક એક્સિસ બેન્ક પાસે કાર પલટી ગઇ હતી. દારુના નશામાં ધૂત બનીને કાર ચલાવતા નબીરાઓએ કાર પરથી ગાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.

કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી

મળેલી માહિતી મુજબ ઉમરેઠ બસ સ્ટોપ પાસે પુરપાટ ઝડપે આવેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઇ હતી

ભક્તોના ટોળામાં ઘુસી ગઇ હોત તો..

સ્થાનિકોએ જણાવ્યું હતું કે કારની દિશા જો સહેજ બદલાઇ ગઇ હોત અને ભક્તોના ટોળામાં ઘુસી ગઇ હોત તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હોત

દારૂના નશામાં ચાલક

ઉમરેઠ પોલીસે સ્થાનિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં કારમાં સવાર બંને યુવક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. 

આ પણ વાંચો—-     Surat: વસંત ગજેરા પર ઇન્કમટેક્સનો ગાળિયો બન્યો મજબૂત, કાગળ પર કેટલા રૂપિયા બતાવ્યા તેની તપાસ શરૂ

← Back to Home