Ahmedabad News : જગન્નાથ મંદિરમાં ભાઇબીજની ઉજવણી, જગન્નાથજી, સુભદ્રાજી, બલરામને કરાયો વિશેષ શણગાર, જુઓ Video
અમદાવાદમાં દિવાળી તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ. લોકોએ આખી રાત ફટાકડા ફોડયા અને બીજા દિવસે એટલે કે નૂતન વર્ષના દિવસની પારંપરિક ઉજવણી કરી. આજે શહેરભરમાં ભાઈબીજ તહેવાર ઉજવાઈ રહ્યો છે. દિવાળી પછી ત્રીજા દિવસે આવતો ભાઈબીજ તહેવારના દિવસે શહેરના પ્રખ્યાત મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. ભાઈબીજ તહેવાર એ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને સમર્પિત તહેવાર છે. ત્યારે શહેરમાં ભગવાન કૃષ્ણના લોકપ્રિય એવા જગન્નાથ મંદિરમાં પણ ભાઇબીજ તહેવારની વિશેષ ઉજવણી થઈ રહી છે.
ભગવાન જગન્નાથ મંદિરમાં ભવ્ય ઉજવણી
જગન્નાથ મંદિરમાં આજે જગન્નાથજી, સુભદ્રાજી, બલરામને વિશેષ શણગાર કરાયો. મોટી સંખ્યામાં ભક્તોએ જગન્નાથ મંદિરના દર્શન કર્યા. ભાઈબીજ તહેવારના ખાસ દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં બહેનોની ભીડ ઉમટી. ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક છે ભગવાન જગન્નાથનું મંદિર. કારણ કે શ્રી કૃષ્ણના મંદિરોમાં મોટાભાગે ભગવાન કૃષ્ણ અને રૃકમણી હોય છે તો કયાંક કૃષ્ણ અને તેમના અન્ય રૂપો છે. શહેરમાં આ માત્ર એક એવું મંદિર છે જયાં જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે બિરાજમાન છે.
ભાઈબીજના પવિત્ર દિવસે બહેનોની મંદિરમાં ભીડ
ભાઈબીજના પવિત્ર દિવસે આજે જગન્નાથ મંદિરમાં જગન્નાથ અને બલરામજીએ માતાજીને પાર્વતી શણગાર,સોનાના ઘરેણાની આપી ભેટ આપ્યા.જગન્નાથ મંદિરમાં આજે જગન્નાથજી, સુભદ્રાજી, બલરામને વિશેષ શણગાર કરાયો. મોટી સંખ્યામાં ભક્તોએ જગન્નાથ મંદિરના દર્શન કર્યા. ભાઈબીજ તહેવારના ખાસ દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં બહેનોની ભીડ ઉમટી. બહેનોએ ભગવાન જગન્નાથના દર્શન કરી પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. ભાઈ બીજના પર્વની ભગવાન જગન્નાથ મંદિરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે.
