Ahmedabad News : અમદાવાદના બોડકદેવમાં લૂંટારૂઓએ ઘરમાં આવી 22.91 લાખની ચલાવી લૂંટ, સોના અને હીરાના દાગીના છરી બતાવી લઈ ગયા
અમદાવાદના પોશ વિસ્તાર બોડકદેવમાં લૂંટની ઘટના બની છે અને આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પોલીસે આસપાસના સીસીટીવીના આધારે પણ તપાસ શરૂ કરી છે, સાથે સાથે સોના અને હીરાના દાગીનાની લૂંટ થઈ હોવાની વાત સામે આવી છે.
થલતેજમાં આવેલ આર્યમાન બંગ્લોઝમાં લૂંટ
અમદાવાદના બોડકદેવમાં આવેલ થલતેજમાં લૂંટ થઈ છે, મોડી રાત્રે લૂંટારૂઓ ઘરમાં આવીને લૂંટ કરીને ફરાર થયા છે. સોના અને હીરાના દાગીનાની લૂંટ કરી લૂંટારુ ફરાર થયા છે, લૂંટારૂઓએ સોના અને હીરાના દાગીનાની ચોરી કરી છે, ઘરમાં પરિવાર હતો તે દરમિયાન તેઓ ઘરમાં રહેલા સભ્યોને છરી બતાવી લૂંટ કરીને ફરાર થયા છે, પોલીસે ડોગ સ્કોર્ડની ટીમની પણ મદદ લીધી છે સાથે સાથે આસપાસના સીસીટીવી પણ તપાસ્યા છે, કોઈ જાણભેદુએ આ લૂંટ કરી હોઈ શકે છે તેવું પોલીસનું અનુમાન છે.
બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22.91 લાખના દાગીનાની લૂંટ
3 અજાણ્યા લૂંટારોએ ઘરમાં પ્રવેશ કરી છરી બતાવી લૂંટ કરી છે, અને થલતેજમાં આવેલા આર્યમાન બંગલોઝમાં થઈ છે લૂંટ, લૂંટારૂ બંગલાના પાછળના ભાગની દિવાલ કૂદી ઘરમાં પ્રવેશ્યા અને પરિવાર જાગી જતા તેમણે છરી બતાવી અને લૂંટ કરી છે, ટેક્સટાઇલ મશીનરીનો વેપાર કરતા વેપારીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લૂંટારૂ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ અને પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
