Gujarati News

Ahmedabad: દિવાળી બાદ પણ ટ્રેનો ફૂલ,ઉ.ભારતની મુસાફરી દુષ્કરઃદિલ્હી, જોધપુર, પટનાના રૂટો જામ થયા

Published: November 2, 2025 • Language: English

દિવાળી વેકેશન પુરૂ થવાને આરે છે તેમ છતાં અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોએ મુસાફરોને હજુ સુધી રાહત આપી નથી ! ટ્રેન રિઝર્વેશનમાં ભારે ભીડના કારણે સ્લીપર ક્લાસમાં ટિકિટ મેળવવી મુશ્કેલ બની ગઇ છે.

અનેક ટ્રેનોમાં હાઉસફૂલ અને રિગ્રેટના બોર્ડ વાગી ગયા છે. જેના કારણે મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ભારે રિઝર્વેશનના કારણે લાંબુ વેઇટિંગ લિસ્ટ કેટલીક ટ્રેનોમાં ચાલી રહ્યું છે. જેના કારણે છેલ્લી ઘડીએ મુસાફરોએ બસ અથવા ફ્લાઇટ તરફ વળવું પડી રહ્યું છે.

બસ અને ફ્લાઇટોના ભાડા પણ વધુ છે. ઉત્તર પ્રદેશ, બિહાર , રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં જનરલ કોચની સ્થિતિ દયનિય છે. પારિવારીક મુલાકાતો, ધાર્મિક પ્રવાસ અને વેપારી અવર-જવરના કારણે આ રૂટ તરફ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ આ વખતે વતનમાં જતા અને શહેરોમાં પૂનઃપ્રવેશી રહેલા મુસાફરોની સંખ્યા વધી છે. જોકે ઘણા પ્રવાસીઓ હજુ સુધી શહેરોમાં પરત ફર્યા પણ નથી. બીજી તરફ લગ્નગાળો શરૂ થયો હોવાથી ઉત્તરના રાજ્યો તરફ જવાનો મુસાફરોનો ધસારો વધ્યો છે. મુસાફરોનું કહેવું છેકે તત્કાલ ટિકિટ મેળવવાનું પણ મુશ્કેલ છે. રેલવેએ હજુ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવી જોઇએ. દિવાળી બાદ હવે સમય મળ્યો છે તેમ માનતા મુસાફરો માટે હાલ સ્થિતિ મુશ્કેલ છે. ઉત્તર ભારત તરફનો રેલવે ટ્રાફિક હજુ શાંત થવાનું નામ લેતો નથી.

મુખ્ય ટ્રેનોના સ્લીપર ક્લાસની હાલની સ્થિતિ

અમદાવાદ-પટના ( 19483 ) તા.4 થી 29 નવેમ્બર સુધી હાઉસફૂલ

અમદાવાદ-ઉજ્જૈન ( 19167 ) તા.3 થી 27 નવેમ્બર સુધી હાઉસફૂલ

અમદાવાદ-દિલ્હી ( 19031 ) તા.3 થી 8 નવેમ્બર સુધી હાઉસફૂલ

અમદાવાદ-જોધપુર ( 20492 ) તા. 3 નવેમ્બરથી તા.1 ડિસેમ્બર સુધી હાઉસફૂલ

અમદાવાદ-આગ્રા કેન્ટ ( 12947 ) તા.3 થી 26 નવેમ્બર સુધી હાઉસફૂલ

અમદાવાદ-અજમેર ( 12915 ) તા.3 થી 9 નવેમ્બર સુધી હાઉસફૂલ

Read more at source

← Back to Home