Gujarati News

Ahmedabad: કરુણા મિશનઃ રાજ્યમાં આઠ વર્ષમાં 1 કરોડ જેટલા પશુઓની સારવાર કરાઈ !

Published: November 2, 2025 • Language: English

ગુજરાતમાં પશુ આરોગ્ય ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો છે. જેમાં છેલ્લા આઠ વર્ષમાં 99 લાખથી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે.

રાજ્યની એનિમલ હેલ્પલાઇન 1962, વેટરનરી મેડિકલ યુનિટ્સ (KAA, MVD, MYU) દ્વારા તા. 31 ઓક્ટોબર 2025 સુધીમાં કુલ 99,69,524 પશુઓની સારવાર કરાઈ હતી. કરુણા હેલ્પલાઇન હેઠળ 9,31,108 પશુની, રાજ્ય સરકારના સ્ફડ્ઢ સેવા હેઠળ 84,64,546 પશુની અને કેન્દ્ર સરકારની MVD સેવા હેઠળ 5,27,870 પશુઓની સારવાર કરાઇ હતી.

આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સેવાથી પશુ મૃત્યુદર ઘટયો છે. ખેડૂતોના આવક સ્તરમાં સ્થિરતા, પાલતું પ્રાણીઓના કલ્યાણમાં વધારો અને પ્રાણી બચાવની સંસ્કૃતિ વિકસી છે. ડ્રોન સર્વેલન્સથી રિપોર્ટીંગ, AI આધારિત હેલ્થ ટ્રેકિંગ, મોબાઇલ એપ મારફતે રિયલ-ટાઇમ વેટ બુકિંગ, આ સુધારા અમલમાં આવશે ત્યારબાદ પશુ આરોગ્ય ક્ષેત્રે વધુ વિકાસ થશે. રાજય સરકાર દ્રારા પશુના આરોગ્યની જાળવણીને લઈને અનેક યોજનાઓ અમલમા મુકવામાં આવી રહી છે.

Read more at source

← Back to Home