Gujarati News

Ahmedabadના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, ભારે પવન સાથે કમોસમી વરસાદ

Published: November 3, 2025 • Language: English
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ભારે પવન સાથે વરસાદના ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે. કમોસમી વરસાદને લીધે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા. જેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ખેડૂતો માટે આ માવઠું ચિંતાનો વિષય બન્યું છે. કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Read more at source

← Back to Home