જામનગર ભાજપ સંગઠન માટે સેન્સ પ્રક્રિયા શરૂ:નિરીક્ષકોએ હોદ્દેદારોના દાવેદારોને સાંભળ્યા, મહાનુભાવો હાજર
Published: November 7, 2025 •
Language: English
ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેર સંગઠનના હોદ્દેદારોની નિમણૂક માટે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ સમિતિના નિરીક્ષકો રાજુભાઈ શુક્લ (અરવલ્લી જિલ્લા પ્રભારી) અને વંદનાબેન મકવાણા (કેશોદના પૂર્વ ધારાસભ્ય)એ દાવેદારોને સાંભળ્યા હતા. આ પ્રક્રિયા દ્વારા સંગઠનના નવા હોદ્દેદારોની પસંદગી માટે મંતવ્યો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જામનગર જિલ્લા પ્રભારી પલ્લવીબેન ઠાકર, પૂર્વ રાજ્યમંત્રી પરમાણંદભાઈ ખટ્ટર અને હકુભા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
