Gujarati News

અભયમે વધુ એક ઘર તૂટતું બચાવ્યું:સુરતમાં પતિ નશો કરીને મિત્રો સાથે ઘરે આવતો પત્ની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો, પોલીસને જોઈ માફી માંગી

Published: November 7, 2025 • Language: English

સુરત અમરોલી વિસ્તારમાંથી એક પીડીતાબેને 181 અભયમમા ફોન કરી જણાવેલ કે તેમના પતિ વ્યસન કરીને આવી હેરાન કરે છે ઝઘડો કરે છે. મદદની જરૂર છે. જેથી સુરત અભયમ ટીમ તાત્કાલિક ધોરણે પીડિત બેનની મદદે પહોંચી તેમની આપવીતી સાંભળી હતી. સ્થળ પર હાજર પીડિતા બેન પાસેથી જાણવા મળેલ કે તેમના પતિ શારીરિક અને માનસિક રીતે હેરાન કરે છે. તેમના લગ્ન જીવનને 25 વર્ષ થયા છે. પતિ ડાઈંગ- પેન્ટિંગ મિલમાં કામ કરે છે. પતિ નશો કરીને ઘરે આવી ઝઘડો કરી પીડીતાબેનને ગમે તેવા અપશબ્દો બોલી ગાળો આપતા, તેમજ ક્યારેક ક્યારેક હાથ પણ ઉપાડી લેતા હતા. પીડીતાબેનના પતિ તેમના મિત્રોને પણ દારૂનું વ્યસન કરાવીને તેમના ઘરે લઈને આવતા જે પીડીતાબેન ને ગમતું ન હતું. જેથી તેઓ તેમના પતિને મિત્રોને નશો કરાવીને તેમના ઘરે ન લાવવા માટે કહેતા હતા. તેમજ નશો કરવાનું છોડી દેવા માટે સમજાવતા હતા. પરંતુ પીડીતાબેનના પતિ તેમની કોઈ વાતો માનતા નહીં અને પીડિતાબેન સાથે ઝઘડો કરી ગાળો આપતા અને તારાથી થાય તે કરી લે તેમ કહી ધમકી આપતા રહેતા હતા. છેલ્લા 15 દિવસથી પીડિતાબેનના પતિ ખૂબ જ નશો કરે છે અને ઘરે પણ મોડા આવે છે. પીડિતાબેન કહે તો તેમની સાથે તેમના પતિ ઝઘડો કરી ગમે તેવા અપ શબ્દો બોલી હાથ ઉપાડી લેતા. ગઈકાલે પણ પીડિતાબેનના પતિ ખૂબ જ વ્યસન કરીને અને તેમના મિત્રને પણ વ્યસન કરાવીને ઘરે લઈને આવેલ અને પીડીતાબેન સાથે ઝઘડો કરી અને હાથ ઉપાડ્યો હતો. પતિ સમજતા ન હોવાથી પીડિતાબેને તેમને સમજાવવા અભયમ ટીમમાં ફોન કરી મદદ માંગી હતી. જેથી સુરત અભયમ ટીમે ઘટના સ્થળે પીડીતાબેનના પતિનું કાઉન્સેલિંગ કરી તેમને નશો કરવાનો છોડી દેવા તેમજ મિત્રોને પણ વ્યસન કરાવીને ઘરે ન લાવવા માટે સમજાવ્યા હતા. પત્ની પર હાથ ન ઉપાડવા, તેમજ શારીરિક માનસિક ત્રાસ ન આપવા માટે સમજાવ્યા હતા. પીડિતાબેનના પતિને તેમની ભૂલ સમજાતા તેમણે તેમની પત્ની પાસે માફી માગી સુધરી જવાની ખાતરી આપી છે. તેમણે જણાવેલ કે તેઓ નશો કરવાનું છોડી દેશે તેમજ મિત્રોને પણ નશો કરાવી ઘરે લાવશે નહી અને પત્ની પર હાથ ઉપાડશે નહીં. ઘરમાં ઝગડો કર્યા વગર સારી રીતે અને શાંતિથી રહેશે. ત્યારબાદ પીડિતાબેન અને તેમના પતિને કાયદાકીય માહિતી આપી જરૂરી સલાહ, સુચન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતો. પીડીતાબેન ના પતિ સમજી જતા તેમણે અભયમ ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.

Read more

← Back to Home