Gujarati News

પોરબંદરમાં ચોરાયેલી મોટરસાઇકલનો ગુનો ઉકેલાયો:આરોપી આકાશ સોલંકી ઝડપાયો, સ્કૂટર કબજે કરાયું

Published: November 7, 2025 • Language: English

પોરબંદરમાં વિમાર્ટ શોરૂમ પાસેથી ચોરાયેલી મોટરસાઇકલ ચોરીનો ગુનો ઉકેલાઈ ગયો છે. કમલાબાગ પોલીસે આકાશ ઉર્ફે ચોટીયારો મુકેશ સોલંકી નામના આરોપીને ઝડપી પાડી ચોરાયેલું સ્કૂટર કબજે કર્યું છે. આ ઘટના વિમાર્ટ શોરૂમ પાસેથી બની હતી, જ્યાં એક અજાણ્યા ચોરે મોટરસાઇકલની ચોરી કરી હતી. આ અંગે કમલાબાગ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ, પોલીસે સર્વેલન્સ સ્ટાફની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરી કરનાર ઇસમ ઇન્દિરાનગર રાજવી પ્લોટ વિસ્તારમાં જોવા મળ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી આકાશ ઉર્ફે ચોટીયારો મુકેશ સોલંકી પાસેથી ચોરાયેલું સ્કૂટર કબજે કર્યું છે. આ કાર્યવાહીથી સ્કૂટર ચોરીનો અનડિટેક્ટેડ કેસ ડિટેક્ટ થયો છે. આ ગુનાને ઉકેલવામાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. કાનમિયા, સર્વેલન્સ PSI એ.એ. ડોડીયા, અને સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. એસ.એ. બકોત્રા, પો.હેડ કોન્સ. એન.ટી. ભટ્ટ, બી.પી. માળીયા, સી.જી. મોઢવાડીયા, એસ.એમ. જાંબુચા, પો.કોન્સ. સાજન રામશી, વિજય ખીમા, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, સુરેશ કીશા, વુ.પો.કોન્સ. દક્ષાબેન ગીજુ તથા નેત્રમ (કમાન્ડ કંટ્રોલ) પોલીસ સ્ટાફ સહિતના પોલીસકર્મીઓ કાર્યરત હતા. સ્થાનિક લોકો દ્વારા કમલાબાગ પોલીસ અને સર્વેલન્સ સ્ટાફની સતર્કતા અને ઝડપી કાર્યવાહી બદલ પ્રશંસા કરવામાં આવી રહી છે.

Read more

← Back to Home