Gujarati News

મહીસાગરમાં વંદે માતરમની 150 વર્ષની ઉજવણી કરાઈ:સેવા સદન ખાતે અધિકારીઓ-કર્મચારીઓએ સ્વદેશીના શપથ લીધા

Published: November 7, 2025 • Language: English

મહીસાગર જિલ્લાના સેવા સદન ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાન કર્યું હતું. ગાન બાદ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટેના શપથ લેવામાં આવ્યા હતા. આ ઉજવણીનો મુખ્ય હેતુ વંદે માતરમ રાષ્ટ્રગીતનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનો અને સ્વદેશી વસ્તુઓ અપનાવીને દેશભક્તિની ભાવના જગાડવાનો હતો. જિલ્લામાં સ્વદેશી અપનાવવા માટે જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. મહીસાગર જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી અપનાવવાના શપથ લીધા, જે રાષ્ટ્રભાવના પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Read more

← Back to Home