Gujarati News

12 દિવસ બાદ ફરી ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર:ગેનીબેન અને અલ્પેશ ઠાકોર આજુબાજુમાં બેઠા, ઠાકોર સમાજના કાર્યક્રમમાં સ્વરુપજીની ગેરહાજરી!

Published: November 7, 2025 • Language: English

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજનું આજે પાલનપુરના ચડોતર ગામમાં સ્નેહમિલન યોજાયું છે. 12 દિવસના ગાળામાં જ યોજાયેલા ઠાકોર સમાજના બીજા કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફરીથી એક મંચ પર જોવા મળ્યા છે. 12 દિવસ અગાઉ દિયોદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વાવના ધારાસભ્ય-રાજ્ય સરકારના મંત્રી સ્વરુપજી ઠાકોર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એક જ મંચ પર જોવા મળ્યા હતા. ત્યારે આજે ફરીથી ચડોતરમાં યોજાયેલા કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર આજુબાજુમાં એક જ મંચ પર છે. જોકે, આજે સ્વરુપજી ઠાકોર હાજર નથી જોવા મળી રહ્યા. ગેનીબેન-અલ્પેશ ઠાકોર ફરી એક મંચ પર
12 દિવસ અગાઉ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજનું મહાસ્નેહમિલન દિયોદર ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, ગેનીબેન, સ્વરૂપજી અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજમાં સુધારા વધારા, સામાજિક બંધારણ અને કુરિવાજો તેમજ બદીઓ દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આજે ચડોતરમાં યોજાયેલા નૂતન વર્ષ મિલન કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય-રાજ્ય સરકારના મંત્રી સ્વરુપજી ઠાકોર હાજર નથી. સ્થાનિકોમાં ગણગણાય છે કે, સ્વરુપજી અંબાજી ખાતે યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હોવાથી અહીં હાજર નથી રહ્યા. દારુ છોડાવવાને લઈ મહિલાઓ કહે છે અલ્પેશભાઈનું સાતેય ભવ સારૂ થાય: ગેનીબેન તારીખ 26 ઓક્ટોમ્બરના રોજ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજનું એક મહા સ્નેહમિલન દિયોદર ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, ગેનીબેન, સ્વરૂપજી અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજમાં સુધારા વધારા, સામાજિક બંધારણ અને કુરિવાજો તેમજ બદીઓ દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ‘મૈત્રી કરારનો કાયદો સૌથી ખરાબ છે’
સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, લવ મેરેજ કરતા પણ ખતરનાક અત્યારે મૈત્રી કરાર છે. બે છોકરાઓની મા હોય, સામે છોકરો લગ્ન કરેલો હોય, ઘરે છોકરા નાના-નાના હોય, બાપ કરગરતો હોય, છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરગરતા હોય છતાં, છોકરા પાસે નથી રહેવું. મૈત્રી કરારનો આ સૌથી ખરાબ કાયદો છે. પહેલા સમાજને એ નક્કી કરવું પડશે કે આપણા સમાજમાં જે દીકરા લગ્ન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે. ત્યારે 500 લોકોએ સાથે જઈ તેના ઘરે જઈને બેસી જવું જોઈએ, આની સામે તમે આકરા નહીં થાવ તો સમાજ આખો વેર વિખેર થઈ જવાનો છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો..

Read more

← Back to Home