Gujarati News

જાફરાબાદ-સાવરકુંડલામાં પાક બગડી જતાં ખેડૂતોએ પાથરા સળગાવ્યા:ધરતીપુત્રોએ કહ્યું, 'સરકાર દેવું માફ કરે, નહિતર અમારી પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય'

Published: November 7, 2025 • Language: English

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીની સ્થિતિ અત્યંત કફોડી બની છે. સર્વે રિપોર્ટ સોંપાયા બાદ પણ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી સહાય પેકેજ જાહેર ન થતાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. આ આક્રોશના કારણે ધરતીપુત્રો પોતાના પાકને સળગાવી રહ્યા છે. જાફરાબાદ તેમજ સાવરકુંડલામાં ખેડૂતોએ મગફળીનો પાક બગડી જતાં પાથરા સળગાવ્યાં હતા. બગડેલી મગફળીના પાથરા સળગાવવા મજબૂર
જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ ખેતીપાકને નુકસાન થયું છે. અહીંના મોટા માણસા ગામના ખેડૂતો બગડેલી મગફળીના પાથરા સળગાવવા મજબૂર બન્યા છે. કેટલાક ખેડૂતોએ ડુંગળીના ખેતરોમાં પશુઓ છૂટા મૂકી દીધા છે. કપાસ, મગફળી અને ડુંગળીના પાક બરબાદ થવાથી ખેડૂતો પાયમાલ થયા છે અને પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે. 16 વીઘાનો મગફળીનો પાક નિષ્ફળ ગયો
મોટા માણસા ગામના ખેડૂત શૈલેષ જોગરાણીએ જણાવ્યું કે, તેમણે 16 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે, સંપૂર્ણ પાક નિષ્ફળ જતાં તેમણે પાથરા સળગાવ્યાં હતા, પરંતુ તે પણ બરાબર સળગતા નથી અને તેને કાઢવાનો ખર્ચ પણ તેમને ભોગવવો પડશે. તેમણે પશુઓ માટે ઘાસચારાની સમસ્યા અને સરકારની સહાયની રાહ જોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પશુ માટે ઘાસચારાની પણ વ્યવસ્થા નથી
મોટા માણસા ગામના સરપંચ ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, અમારે 10થી 12 ઈંચ વરસાદ પડ્યો હતો. જેનાથી આ ખેડૂતની 16 વિઘાની મગફળીનો પાક બગડી ગયો હતો. ગઈકાલે ખેડૂતે પોતાના ખેતરમાં પશુઓને છૂટ્ટા મુકી દીધા હતા, જોકે, પુશઓ પણ કઈ ચારો ખાઈ શકે તેવો પણ આ પાક રહ્યો નથી. ખેડૂને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. પશુ માટે ઘાસચારાની પણ વ્યવસ્થા નથી. સરકારે સંપૂર્ણ દેવામાફી કરવી જોઈએ. નહીંતર ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો જ નથી. ખેડૂને બીજો પાક વાવવા માટે પણ બિયારણ અને ખાતર લેવુ પડે તે માટે રૂપિયા ક્યાથી લાવવા. આંબરડીના ખેડૂતે 20 વિઘાની મગફળીમાં દીવાસળી ચાંપી
અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ખેડૂતોના આવા જ હાલ છે. સાવરકુંડલાના આંબરડી ગામના ખેડૂત સુરેશ માલાણીએ 20 વિઘાની મગફળીનું વાવેતર બગડી જતાં દીવાસળી ચાંપી પાથળા સળગાવી દીધા હતા. કમોસમી વરસાદથી મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતોના હાલ બેહાલ થયા છે. મરચાની ખેતીમાં પશુઓ છૂટા મૂક્યા
અમરેલી તાલુકાના કેરીયા નાગસ ગામના મુના ઠાકોરે પાંચ વીઘા મરચાની ખેતીમાં પશુઓ છૂટા મૂક્યા હતા અને તેમની 20 વીઘા મગફળી પણ બગડી ગઈ હતી. આ ઉપરાંત, ખેડૂતો દ્વારા આવા વીડિયો વાયરલ કરીને પોતાની નારાજગી દર્શાવવામાં આવી રહી છે. 7 વિઘાનો પાક બગડી જતાં ખેડૂતે પાથરા સળગાવ્યા
સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં 7 વિઘાનો મગફળીનો પાક બગડી જતાં ખેડૂતે પાથરા સળગાવ્યા હતા. કમોસમી વરસાદમાં થયેલા નુકસાનીની વાત સરકાર સુધી પહોંચાડવાનો ખેડૂતે પ્રયાસ કર્યો છે. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો

Read more

← Back to Home