Gujarati News

મહીસાગરના લુણાવાડામાં કારની ટક્કરે રાહદારીનું મોત:સોનેલા ગામે હાઇવે પર અકસ્માત, પોલીસે તપાસ શરૂ કરી

Published: November 7, 2025 • Language: English

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સોનેલા ગામે હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરે એક રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે રાહદારી હાઇવે ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે પૂરપાટ ઝડપે આવતી કારે તેને ટક્કર મારી હતી, જેના કારણે રાહદારીનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતાં જ લુણાવાડા ટાઉન પોલીસ અને મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ કરવાની અને તેના પરિવારનો સંપર્ક કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

Read more

← Back to Home