Gujarati News

મહિલાની ફેક આઇડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ:ઇન્સ્ટાગ્રામ પર ફેક ID બનાવી પૂર્વ પતિને મેસેજ કર્યા, સાયબર ક્રાઇમમાં ફરિયાદ

Published: November 4, 2025 • Language: English

અમદાવાદના નિકોલમાં રહેતી મહિલાનું અજાણ્યા શખ્સે ઈન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સે મહિલાના પૂર્વ પતિને મેસેજ કર્યા હતા. જે બાદ પૂર્વ પતિએ મહિલાના પિતાનો સંપર્ક કર્યો હતો. જે બાદ મહિલાની કોઈ અજાણ્યા શખ્સે ફેક આઇડી બનાવી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે મહિલાએ સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિ-પત્નીના 2023માં ફેમિલી કોર્ટમાં છુટાછેડા થયા હતા
અમદાવાદના નિકોલમાં રહેતી ફરિયાદી મહિલાના લગ્ન 2017માં થયા હતા. જે બાદ 2019માં એક દીકરીનો જન્મ થયો હતો. જે બાદ પતિના લગ્નોતર પરસ્ત્રી સાથે હોવાની વાત મહિલાને જાણવા મળી હતી. જે બાદ પતિએ સંબંધ તોડી નાખ્યા હોવાનો વિશ્વાસ કહી મહિલાનો વિશ્વાસ કેળવ્યો હતો, પરંતુ તે બાદ પણ પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું સામે આવતા ફરિયાદી મહિલાએ 2021માં છૂટાછેડા માટે અરજી કરી હતી. ત્યારબાદ ફેમિલી કોર્ટમાં 2023માં છૂટાછેડા થયા હતા. જેમાં દીકરીના ભરણપોષણની જવાબદારી ફરિયાદી મહિલાએ લીધી હતી અને ભવિષ્યમાં નહીં મળવાની તેમજ દીકરીને નહીં મળવા દેવાની શરતે છુટાછેડા લીધા હતા. અજાણ્યા વ્યક્તિએ મહિલાના પૂર્વ પતિને ખોટા મેસેજ કર્યા
જે બાદ થોડા સમય પહેલા ફરિયાદી મહિલાના પૂર્વ પતિને ઈન્સ્ટાગ્રામ પર મહિલાના નામની ફેક આઇડીથી મેસેજ કરવામાં આવ્યા હતા. દીકરીને મળવા માટે ફરિયાદી મહિલાના પૂર્વ પતિને ખોટા મેસેજ કરવામાં આવ્યા હતા. જેથી પૂર્વ પતિએ મહિલાના પિતાનો સંપર્ક કરી સમગ્ર બાબતે જાણ કરી હતી. તમારી દીકરી ઘર તોડાવવા માટે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરતી હોવાનું પૂર્વ પતિએ ફરિયાદી મહિલાના પિતાને કહ્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
જે બાદ ઈન્સ્ટાગ્રામ આઇડી વિશે મહિલાને પૂછતા કોઈ અજાણ્યા શખ્સે ફેક આઇડી બનાવી ખોટા મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફેક આઇડી બનાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા શખ્સ દ્વારા બદનામ કરવા માટે પૂર્વ પતિને ખોટા મેસેજ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે ફેક આઇડી બનાવનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.

Read more

← Back to Home