Gujarati News

સતલાસણાના ટીમ્બા રોડ પરથી ગેરકાયદે ખનિજની હેરાફેરી ઝડપાઈ:રેતી, કપચી, અધર બિલ્ડીંગ સ્ટોનના ત્રણ ડમ્પર પકડાયા, વાહન માલિકોને 7.17 લાખનો દંડ

Published: November 4, 2025 • Language: English

મહેસાણા જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સતલાસણા તાલુકાના ટીમ્બા રોડ પરથી રોયલ્ટી પરમીટ લીધા વગર રેતી, કપચી, અધર બિલ્ડીંગ સ્ટોનના ખનિજનો જથ્થો ભરી જતાં ત્રણ ડમ્પર ઝડપી લીધાં હતા. જે ત્રણે વાહનોના માલિકો પાસેથી કુલ રૂ.7.17 લાખનો દંડ ફટકારી ઓનલાઈન રીકવરી કરી વાહનો છોડી મૂક્યા હતા. ગેરકાયદે ખનિજ ચોરી જતાં ત્રણ ડમ્પર ઝડપાયા
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ટીમ્બા રોડ પર ગઈકાલે સાંજના સુમારે સ્થાનિક ખાણ ખનિજ અધિકારીઓની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ટીમ્બા રોડ પરથી ગેરકાયદે રેતી, કપચી અને અધર બિલ્ડીંગ સ્ટોન ખનિજનો જથ્થો ભરીને ત્રણ ડમ્પર ગાડીઓ પસાર થનાર હોવાની બાતમી મળી હતી. રોયલ્ટી પાસ વગર રેતી, કપચી અને અધર બિલ્ડીંગ સ્ટોનના મુદ્દામાલની હેરાફેરી
જેના આધારે ભૂસ્તરઅધિકારીઓએ ટીમ્બા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં હકીકત મુજબ રોયલ્ટી પાસ વગર રેતી, કપચી અને અધર બિલ્ડીંગ સ્ટોનના મુદ્દામાલ ભરેલાં ત્રણ ડમ્પર પસાર થતાં ભૂસ્તર ટીમે ઈશારો કરી થોભાવી ખનિજ ખનન, વહનના સાધનિક કાગળો માંગતા તેના વાહનચાલકોએ રજૂ કર્યા ન હતા. 7.17 લાખનો દંડ ફટકાર્યો
જેથી મહેસાણા ખાણ ખનિજ ટીમે ત્રણ ડમ્પર ટ્રકોને કબજે લઈ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ત્રણે વાહનોના માલિકોએ કુલ રૂ.7.17 લાખના દંડની રકમની ભરપાઈ કરી દેતાં વાહનોને મુક્ત કરવામાં આવ્યાં હતા. જેના પગલે અન્ય ખનિજ ચોરી જતાં પરિબળોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Read more

← Back to Home