અમદાવાદ ડિવિઝનના નિવૃત્ત કર્મચારીઓ માટે 15 ડિસેમ્બરે પેન્શન અદાલત:અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર, પેન્શન સંબંધિત પ્રશ્નો-ફરિયાદોના ઝડપી નિકાલ માટે આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર પેન્શન સંબંધિત પ્રશ્નો અને ફરિયાદોના ઝડપી નિકાલ માટે આ ખાસ અદાલત 15 ડિસેમ્બર, 2025ના રોજ, સોમવારના દિવસે યોજાશે. આ પેન્શન અદાલત અમદાવાદ સ્થિત ડિવિઝનલ રેલવે મેનેજરની કચેરી ખાતે યોજાશે. અમદાવાદ ડિવિઝનમાંથી રેલવે સેવામાંથી નિવૃત્ત થયેલા તમામ પેન્શનરો અને ફેમિલી પેન્શનરો આ કાર્યક્રમનો લાભ લઈ શકશે. નિવૃત્ત કર્મચારીઓ તેમની પેન્શન સંબંધિત કોઈપણ ફરિયાદો માટે અરજી ત્રણ નકલમાં સબમિટ કરી શકશે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર, 2025
અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે. અરજી ડિવિઝનલ રેલવે મેનેજર (સ્થાપના) કચેરી, પશ્ચિમ રેલવે, અમદુપુરા, અમદાવાદ ખાતે જમા કરવાની રહેશે. અરજી સાથે પેંશનરને પોતાની વ્યક્તિગત વિગતો જેવા કે નામ, હોદ્દો, છેલ્લો પગાર, ભરતી અને નિવૃત્તિની તારીખ, PPOની નકલ તથા ફરિયાદનો પ્રકાર ફરજિયાત રીતે ઉમેરવાનું રહેશે. આ પેન્શન અદાલત નિવૃત્ત રેલવે કર્મચારીઓની મુશ્કેલીઓનું ઝડપી નિરાકરણ લાવવા મદદરૂપ થશે.
