Gujarati News

AMCની લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો:BU પરમિશન ન લીધાનું 10 વર્ષે ધ્યાને આવ્યું, કાળાજાદૂની શંકા રાખી પતિ જનાવરની જેમ પતિ પર ત્રાટક્યો, 10 નવે. સુધી વરસાદી માહોલ રહેશે

Published: November 4, 2025 • Language: English

ખેડૂતો માટે 7 હજાર કરોડનું પેકેજ જાહેર થઈ શકે ખેડૂતો માટે 7 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર થઈ શકે છે. જેનો 249 તાલુકાના ખેડૂતોને લાભ મળશે. ઓક્ટોબરના અંતે પડેલા કમોસમી વરસાદે ખેતીપાકોને વ્યાપક નુક્શાન પહોંચાડ્યું છે. દિલીપ સંઘાણીના ટ્વીટથી મચ્યો ખળભળાટ ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ દીકરીના નિહાપા લાગ્યા.. આવું ટ્વીટ કરતા જ રાજકારણ ગરમાયું. આ ટ્વીટ કોના માટે અને કેમ હતું તેને લઈને તર્ક વિતર્ક શરુ થયા.તો પ્રતાપ દૂધાતે આ ટ્વીટને પાયલ ગોટી વિવાદ સાથે જોડી કહ્યું કુદરતે સબક શીખવવાનું ચાલુ કર્યું પેટ પર વીજપોલ બાંધી કૂવામાં ઝંપલાવ્યું ઉનાના રેવદ ગામના ખેડૂતે પેટ પર વીજપોલ બાંધી કૂવામાં ઝંપલાવ્યું. ખેડૂતે 7 વીઘામાં વાવેલી મગફળીનો પાક કમોસમી વરસાદમાં નાશ પામતા ખેડૂતે અંતિમ પગલું ભર્યું. AMCની લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો અમદાવાદના નરોડામાં આવલે સ્વામિનારાયણ પાર્કમાં 1600 અને દુકાન બીયુ પરમિશન વગરના હોવાનું એએમસીને 10 વર્ષે ધ્યાને આવ્યું..દુકાનદારોને જગ્યા ખાલી કરવા નોટિસ આપી. મકાનધારકોને પણ નોટિસ આપશે. જો કે બિલ્ડર અને એેએમસીના વાંકે લોકોનો મરો થયો છે. સુટકેસમાં મળેલી લાશનું રહસ્ય વધુ ઘેરાયું સુરતના કોસંબામાં સૂટકેસમાંથી મળેલી મહિલાની લાશનું રહસ્ય વધુ ઘેરાયું.ઘટનાસ્થળથી 500 ફૂટ દૂર જ મહિલાનું ઘર આવેલું છે. જો કે તેનો પતિ બાળક સાથે ગુમ થઈ જતા શંકાની સોંય પતિ તરફ જઈ રહી છે. પોલીસે પતિની શોધખોળ હાથ ધરી છે. કાળાજાદૂની શંકા રાખી પતિએ પત્ની પર હુમલો કર્યો અમદાવાદના નિકોલમાં એક પતિએ જાનવરની જેમ પત્ની પર હુમલો કર્યો. વાળ ખેંચી પત્નીને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા. છેલ્લા 6 મહિનાથી યુવતી સાસરિયાના ત્રાસને કારણે પિયર રહે છે. યુવતીએ 2024માં પ્રેમલગ્ન કર્યા હતા. પતિને શંકા છે કે પત્નીએ કરેલા કાળા જાદૂના કારણે તેના ભાઈનું મોત થયું. ડ્રાઈવરના મોત મામલે દીકરીનો કંપની પર આક્ષેપ વડોદરા નજીક ABP ઇન્ડક્શન કંપનીમાં શાહ ટ્રાવેલ્સના ડ્રાઇવરના મોત મામલે દીકરીએ રડતા રડતા કંપની પર આક્ષેપ કર્યો. સવા મહિના પહેલા આ ઘટના બની હતી. સ્પાઈસજેટની ફ્લાઈટ 9 કલાક લેટ થતા હોબાળો દિલ્હી-અમદાવાદ સ્પાઇસજેટની ફ્લાઇટ 9 કલાક લેટ પડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો.કહ્યું સ્ટાફ ન તો વ્યવસ્થા આપે છે ન તો અમારું સાંભળે છે. 1 નવેમ્બરની ઘટના પર હજુ સુધી ઈન્ડિગો તરફથી કોઈ નિવેદન નહીં સ્થાનિક પોલીસ ઉંઘતી રહી, LCBએ દારુ ઝડપ્યો ભચાઉ નજીક એલસીબીએ પોણા બે કરોડનો દારુ ઝડપી પાડ્યો. દારુ રાજસ્થાનથી આવ્યો હોવાનું ખૂલ્યું છે. દોઢ મહિના પહેલા પણ પંજાબથી આવેલો સવા કરોડનો દાર પકડાયો હતો. 10 નવેમ્બર સુધી વરસાદની સંભાવના હવામાન વિભાગે રાજ્યમાં 10 નવેમ્બર સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી.તો બે દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે.

Read more

← Back to Home