આયુષ્માન ખુરાનાની હોરર કોમેડી ફિલ્મ 'થામા' 200 કરોડની નજીક, જાણો અત્યાર સુધીનું કલેક્શન
Published: November 4, 2025 •
Language: English

Film Thamma Worldwide Collection: મેડોક હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મોને બોક્સ ઓફિસ પર શાનદાર રિસ્પોન્સ મળે છે. પછી ભલે તે શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ હોય કે વરુણ ધવનની ‘ભેડિયા’ હોય. હવે આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘થામા’ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હવે આ વેમ્પાયર કોમેડી ફિલ્મ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક બનવા જઈ રહી છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન ચોંકાવનારું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.
