Gujarati News

ભાવનગરની લક્ષ્મીનગર -2 સોસાયટીના રહીશોનો તંત્ર સામે આક્રોશ:ડ્રેનેજની કામગીરી માટે રસ્તા તોડી નાખ્યા બાદ નવા ન બનાવાતા પરેશાની, પહેલા જેવા જ રસ્તા કરી આપવા માગ

Published: November 4, 2025 • Language: English

ભાવનગર શહેરના સિદસર રોડ પર આવેલ લક્ષ્મીનગર -2 સોસાયટીના લોકો દ્વારા આજરોજ સોસાયટીના વિવિધ પ્રશ્નોને સોસાયટીમાં ભેગા થયા હતા.જેમાં સોસાયટીમાં ઠેર-ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય અને તંત્ર દ્વારા ડ્રેનેજ નાખવાની કામગીરી કરવામાં આવી હતી તે કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને સોસાયટીના રોડ ઉપર મોટા-મોટા પથ્થરો નાખવામાં આવ્યા છે. તેને લઈ સોસાયટી ધારકો ને ભારે હાલાકી પડી રહી છે. જેને લઈ તંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે રોડ રસ્તાઓ સરખા કરી આપવમાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે રસ્તા ખોદી નખાતા પરેશાની
ભાવનગર શહેરમાં સીદસર રોડ પર આવેલ લક્ષ્મીનગર -2 સોસાયટીના રહીશો દ્વારા આજે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં તંત્ર દ્વારા અંદાજિત 15 દિવસ પહેલા સોસાયટીના તમામ રોડ ખોદી નાખવામાં આવ્યા છે. જેને લઈ સોસાયટીમાં શાકભાજીવાળા , દૂધવાળા , બાળકોને સ્કૂલે મુકવા જવા મુશ્કેલી પડી રહી છે અને એમ્બ્યુલન્સ પણ સોસાયટીમાં પ્રવેશી શકતી નથી અને ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી હતી તેમાં સોસાયટીમાંની તમામ ખુલ્લી ગટરો બંધ કરી દેતા વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોના ઘરના ટાંકાઓમાં વરસાદી પાણી પ્રવેશે છે તેને લઈ લોકો માંદા પડે છે નાના મોટા અકસ્માતો સર્જાઈ છે આ તમામ મુદ્દે સોસાયટી ધારકો દ્વારા વહેલી તકે રોડ રસ્તા સરખા કરી આપે તેવી માંગ કરી રહ્યા છે. અમારી સોસાયટીમાં પહેલા જેવો રસ્તો હતો તેવો બનાવી દેવામાં આવે- ઉર્વશીબા પરમાર
આ અંગે સ્થાનિક રહેવાસી ઉર્વશીબા પરમારે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા રોડ ખોદી ગયા છે છેલ્લા 15 દિવસ પહેલા ખોદી ગયા છે પહેલા જે રોડ હતો એનાથી પણ ખરાબ રોડ કરી નાખ્યો છે જે અમે સોસાયટીના લોકોએ પોતાના ખર્ચે કરાવ્યો હતો એવા રોડ અમને બનાવી દે. ડ્રેનેજ ના લીધે કોઈ સોસાયટીમાં આવન-જાવન નથી કરી શકતા જેમાં શાકભાજીવાળા દૂધવાળા અંદર આવી શકતા નથી અમારી સોસાયટીની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે ચાલવા જેવી પણ પરિસ્થિતિ નથી છોકરાઓને સ્કૂલે મૂકવા જવા હોય તો પણ વિચાર કરવો પડે છે તંત્ર અમને અમારી સોસાયટીમાં રોડ હતો એવો રોડ અમને બનાવી દે એટલી જ અમારી માંગણી છે જો તંત્ર નહીં કરી દે તો લક્ષ્મીનગર સોસાયટીના કોઈપણ વ્યક્તિઓ ચૂંટણી આવશે તો મત દેવા જશે નહીં બસ અમારી આટલી જ અપીલ છે. સોસાયટીના ખોદેલા બિસ્માર રોડ મુદ્દે સ્થાનિક રહેવાસી નીતાબેન પરમાર જણાવ્યું હતું કે અમે છેલ્લા 20 વર્ષથી લક્ષ્મીનગર સોસાયટીમાં રહીએ છીએ અમારી સોસાયટીની ખરાબ પરિસ્થિતિમાં કોઈ ધ્યાન દેતું નથી અને ફરિયાદ કરીએ તો જોવા આવતા નથી અને આવે તો જોઈને વહી જાય છે કાલે કરાવી દેશુ એમ કહી વયા જાય છે સોસાયટીમાં પાણી ભરાય છે રોડ ઉપર ભરાયેલું પાણી ઘરના ટાંકામાં જાય છે તો એ પાણી અમેં કેમ પીવાના પાણીમાં ઉપયોગ લઈએ અને અમારી સોસાયટીમાં મોટા મોટા પથ્થરો નાખ્યા છે એટલે અમારી માંગણી છે કે અમારા લક્ષ્મી નગરના રોડ રસ્તા સારા કરી આપો. આ અંગે આશિષ પરમારે જણાવ્યું કે અમે અહીં દસ વર્ષથી રહીએ છીએ અમે રહેવા આવ્યા ત્યારે રોડ બહુ ખરાબ હતા એટલે અમે સોસાયટીના લોકોએ પોતાના ખર્ચે ડામર રોડ કરાવ્યો હતો પછી ગયા મહિને રોડ વિભાગ અથવા ડ્રેનેજ વિભાગ વાળા આવ્યા હતા અને આખો રોડ ખોદી નાખ્યો હતો કામગીરી શરૂ કરે તે પહેલા અમેં તે લોકોને જણાવ્યું હતું તમે રોડ નો ખોદતા તમે જો પહેલા જેવો રોડ કરી દેશો તો જ રોડ ખોદજો. અમે વિરોધ કરીને ઉભા હતા તેમ છતાં અમને કીધું હતું કે અમે તમને સારો રોડ કરી આપીશુ પછી એ લોકો માન્યા નહિ અને ખોદી નાખ્યું અને ઓપન ડ્રેનેજ હતી તે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે એટલે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને અમારી સોસાયટીમાં રોડ ઉપર પથરા પાથરી દીધા છે એટલે રોડનું લેવલ ઉચો આવી ગયું છે એટલે બધું પાણી ઘરમાં ઘૂસી જાય છે અને પાણીના ટાંકા , કચરાવાળા કે કોઈ વાહનો સોસાયટીમાં પ્રવેશી નથી કરી શકતા જેથી અમારી માંગણી છે અમારે જે ડામર રોડ હતો તે ડામર રોડ થઈ જાય પછી તંત્ર દ્વારા જે ખોદેલું હતું ડ્રેનેજ લાઈન નાખી એ સરખી કરવામાં આવે અને અમને બધુ વ્યવસ્થિત કરી આપે તેવી માંગણી છે.

Read more

← Back to Home