ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે
Published: November 4, 2025 •
Language: English

UAE-IndiaTrade: અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને લીધે ભારતીય ઓઈલ કંપનીઓના સોદાઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારત સરકારની માલિકીની ઓઈલ કંપની ‘ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ’(BPCL)એ રશિયન તેલને બદલે અબુ ધાબી પાસેથી ક્રૂડ તેલ ખરીદવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સના મતે, બીપીસીએલએ ‘અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની’ (ADNOC) ના વેપાર વિભાગ પાસેથી ડિસેમ્બરમાં મળવાપાત્ર 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ગ્રેડનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે.
પ્રતિબંધોએ ભારતીય કંપનીઓને કરી સજાગ
આ નિર્ણયનો પડઘો ગયા અઠવાડિયે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોમાંથી પડ્યો છે.
