Gujarati News

દિલ્હી-અમદાવાદ Spicejetની ફ્લાઈટ 9 કલાક લેટ કરાતાં મુસાફરોનો હોબાળો:X પર વીડિયો બનાવીને મુસાફરોનો રોષ, સ્ટાફ રહેવાની વ્યવસ્થા આપવા તૈયાર નથી ને અમારું સાંભળતા પણ નથી

Published: November 4, 2025 • Language: English

એરપોર્ટ પર ફ્લાઇટોમાં વિલંબનો મામલો સતત વધી રહ્યો છે. દિલ્હીથી અમદાવાદ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ નવ કલાક લેટ કરાતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુસ્સે થયેલા મુસાફરોએ એરલાઇન સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે X પર એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. જેમાં વીડિયોમાં મુસાફરોએ ફરિયાદ કરી હતી કે ફ્લાઇટના વિલંબના કારણે તેમને ભારે મુશ્કેલી પડી રહી છે, તેમ છતાં એરલાઇનનો સ્ટાફ રહેવાની કોઈ વ્યવસ્થા પૂરી પાડવા તૈયાર નથી, અને તેમની ફરિયાદો સાંભળતા પણ નથી. જેના કારણે તેમને એરપોર્ટ પર જ અટવાઈ રહેવું પડ્યું હતું. સ્પાઇસજેટ ફ્લાઇટ વિલંબને કારણે X પર મુસાફરોનો રોષ
મળતી વિગત અનુસાર નવી દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસજેટની ફ્લાઇટ 1 નવેમ્બરે ખુબ જ મોડી પડતાં મુસાફરોને ભારે તકલીફ પડી હતી. 9 કલાકથી વધુ વિલંબ છતાં એરલાઇન તરફથી કોઈ સહાય કે રહેવાની સુવિધા આપવામાં આવી નહોતી. ત્યારે X પર વીડિયો બનાવીને મુસાફરે રોષ ઠાલવતાં કહ્યું કે, સ્ટાફ રહેવાની વ્યવસ્થા આપવા તૈયાર નથી ને અમારું સાંભળતા પણ નથી. ફ્લાઇટ સવારની બદલે સાંજે કરતાં મુસાફરોને તકલીફ
વીડિયોમાં એક મુસાફરે કહ્યું કે, બપોરે 3:49 વાગ્યે ફ્લાઇટ માટે ટિકિટ બુક કરી હતી અને તેમને વેબ ચેક-ઇન કરીને બોર્ડિંગ પાસ પણ મળ્યો હતો. પરંતુ એરપોર્ટ પહોંચ્યા પછી ખબર પડી કે ફ્લાઇટ સવારે 5:20 વાગ્યે જતા સમયે બદલીને સાંજે 7:20 વાગ્યે કરી દેવામાં આવી છે. 6 કલાકથી વધુ વિલંબ થાય તો એરલાઇન હોટલ આપેનો નિયમ
ત્યારે મુસાફરોએ પોતાના X હેન્ડલ પર વીડિયો બનાવીને Spicejet એરલાઈન્સ સામે રોષ ફેલાવ્યો હતો. મુસાફરોનું કહેવું છે કે એટલો લાંબો વિલંબ છતાં સ્ટાફ તેમને મદદ કરતો નથી. તેઓનો પ્રશ્ન હતો કે જો ફ્લાઇટ આજે જ નહોતી જવાની તો આજની તારીખનો બોર્ડિંગ પાસ કેમ આપ્યો?. મુસાફરોએ આરોપ લગાવ્યો કે 6 કલાકથી વધુ વિલંબ થાય ત્યારે એરલાઇનને હોટલ આપવામાં આવવી જોઈએ, આ નિયમ તેમની વેબસાઇટ પર પણ લખાયેલો છે. છતાં સ્ટાફ રહેવાની વ્યવસ્થા આપવા તૈયાર નથી અને મુસાફરોની વાત સાંભળતા પણ નથી. મુસાફરોએ સ્પાઇસ જેટ હાય હાય ના નારા લગાવ્યા
એરલાઇનના કારણે મુસાફરોમાં ગુસ્સો ફાટી નીકળ્યો અને ત્યાં લોકોએ સ્પાઇસ જેટ હાય હાય ના નારા લગાવ્યા હતા. લગભગ 9 કલાક જેટલો સમય વેડફતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જેથી લોકો રોષે ભરાયા હતા. હાલમાં એરલાઈન્સ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Read more

← Back to Home