Gujarati News

'તમે સાડીમાં સરસ લાગો છો…', મહિલાઓને મેસેજ કરી ફસાયા બંગાળી એક્ટર રિજુ બિસ્વાસ

Published: November 4, 2025 • Language: English

Riju Biswas Saree Controversy

Riju Biswas Saree Controversy: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંવાદ માટે એક નવા માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્લેટફોર્મ પર લોકો નવા મિત્ર બનાવે છે, વિચારોની આપ-લે કરે છે, અસહમતિ વ્યક્ત કરે છે અને સારા કામની તારીફ પણ કરે છે. જોકે, બંગાળી અભિનેતા રિજુ બિસ્વાસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત તારીફ ભરેલો મેસેજ મોકલવાના કારણે ફરિયાદ નોંધાઈ છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રિજુએ એક મહિલાને આવો મેસેજ મોકલ્યો અને તે મહિલાએ તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ પછી, રિજુએ ઘણી મહિલાઓને આ મેસેજ મોકલ્યો હોવાથી, આવા ઘણા સ્ક્રીનશોટ સામે આવ્યા. 

Read more

← Back to Home