વિમેન્સ વર્લ્ડ કપ જીતવામાં એક ગુજરાતી કોચનું યોગદાન:અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ક્રિકેટરોની સફળતા ICC વર્લ્ડ કપ સુધી પહોંચી, 2022થી BCCI સાથે જોડાયેલા
ભારતીય મહિલા ક્રિકેટરોને વર્લ્ડ કપ જીતવામા એક ગુજરાતી કોચ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે. મૂળ સુરતના અપૂર્વ દેસાઈ નામના કોચની અંડર ભારતીય મહિલા ક્રિકેટરો કોચીંગ મેળવી ચૂકી છે. છેલ્લા ત્રણ વર્ષની અંડર 19 ટીમ બે વર્લ્ડ કપ પણ જીતી ચૂકી છે. આ સાથે જ ઓગસ્ટ મહિનામાં ઓસ્ટ્રેલિયા ટૂરમાં પણ મહિલા ટીમની મોટાભાગની ક્રિકેટરો તેમની સાથે જ હતી. ત્યારબાદ તેઓ વર્લ્ડકપની ટીમમાં સામેલ થયા હતા. કોણ છે અપૂર્વ દેસાઈ?
અપૂર્વ દેસાઈનો જન્મ સુરતમાં જ થયો છે. 1996- 97માં રણજી ટ્રોફી પણ રમ્યા હતા અને પછી ક્રેક ઇન્જરી થવાના કારણે ક્રિકેટની સફર પર સ્ટોપ લાગી ગયો હતો. ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા અને ઇંગ્લેન્ડમાં પ્રોફેશનલ ક્રિકેટ રમતા હતા. આ સાથે કોચિંગ આપવાનું પણ સ્ટાર્ટ કર્યું છે. 2005માં સુરત આવીને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એકેડેમી સાથે જોડાઈને કોચિંગ આપવાનું કામ શરૂ કર્યું હતું. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એકેડેમી સાથે જોડાયા બાદ ક્વોલીફીકેશન લેવલ-1 લેવલ 2 અને લેવલ 3 થયું હતું અને ત્યારબાદ 2010થી નેશનલ ક્રિકેટ એકેડેમી કોચ એન્ડ ફેકલ્ટી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં અનેક ક્રિકેટ કેમ્પ કર્યા છે. સિનિયર ઇન્ડિયન ટીમ સાથે પણ કામ કર્યું છે. આ સાથે જ IPLની કેકેઆર ટીમ માટે પણ કામ કર્યું છે. ગુજરાત આંધ્રપ્રદેશ ઝારખંડની સ્ટેટ ક્રિકેટ ટીમ માટે પણ કામ કર્યું છે. અપૂર્વ દેસાઈ છેલ્લા 20 વર્ષથી ક્રિકેટ કોચિંગ કરાવે છે. આ સાથે જ મોટાભાગના ઈન્ડિયાની ટીમના ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે કામ કર્યું છે અને ઇન્ડિયાની ટીશર્ટ પહેરીને કામ કરવાના 20 વર્ષ થયા છે. 2023ની અંડર 19 વુમન્સ વર્લ્ડ કપ વિજેતા ટીમને કોચિંગ આપ્યું
2022માં under-19 મહિલા T-20 વર્લ્ડ કપ 14 જાન્યુઆરી 2023 એ યોજવાની ICC દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. બીસીસીઆઈ દ્વારા ચાર કોચ, 18 ખેલાડીઓની ટીમ અને ચાર પ્રોફેશનલ કોચની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સુરતના અપૂર્વ દેસાઈની નિમણૂક કરાઈ હતી. ત્યારથી અપૂર્વ દેસાઈ BCCI સાથે જોડાયેલા છે. સાત મહિનાની અંદર અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ તૈયાર કરીને પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ઇન્ડિયન ક્રિકેટ વુમન ટીમ 2023માં અંડર 19 T-20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડને હરાવીને પ્રથમ વાર જીત્યો હતો. ત્યારબાદ 2025માં અંડર 19 વર્લ્ડ કપ મલેશિયામાં પણ જીત્યો છે. આ દરમિયાન ઇન્ડિયા એ ટીમ ઓસ્ટ્રેલિયા ખાતે ઓસ્ટ્રેલિયા એ ટીમને એક દિવસની સિરીઝમાં ક્રિકેટની હિસ્ટ્રીમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ઇન્ડિયા એ ની ટીમે ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં પણ જીત મેળવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ થી ચાર વર્ષની અંદર હાલની વર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ક્રિકેટરો કોઈને કોઈ જગ્યાએ અપૂર્વ દેસાઈની સાથે કામ કરી ચૂકી છે. અપૂર્વ દેસાઈના કોચિંગની અંડર મેળવેલી સફળતાઓ શેફાલી સુરતમાં મેચ રમી રહી’તીને BCCIનો ટીમમાં જોડાવા માટે ફોન આવ્યો
વુમન્સ વન ડે વર્લ્ડ કપમાં ભારતની જીત થઇ છે તેમાં શેફાલી વર્મા સુરતમાં સિનયર વુમેન્સ ટી 20 ટ્રોફી એલાઇટની રેલ્વે સામેની મેચ રમી રહી હતી, ત્યારે બીસીસીઆઈ તરફથી એમને સિલેકશન માટે કોલ આવ્યો હતો. 25મી ઓક્ટોબર શનિવારના રોજ સી.કે.પીઠાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ભીમપોર ખાતે બપોરે દોઢ કલાકે સિનિયર વુમેન્સ ટી-20 ટ્રોફી એલાઈટમાં મેચ હતી. રેલ્વે વિરુદ્ધ હરિયાણા, ટીમની કેપ્ટન હતી શેફાલી વર્મા. એમણે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. રેલવેની ટીમે હરિયાણા સામે ચાર વિકેટે 205 રન કર્યા હતા. શેફાલી વર્માએ બોલિંગ કરતા ચાર ઓવરમાં 36 રન આપી એક વિકેટ લીધી હતી. હરિયાણાની બેટિંગ શરૂ થાય એ પહેલા ભારે વરસાદ પડ્યો હતો અને મેચ રદ કરવામાં આવી હતી. ત્યારે બધા ખેલાડીઓ પેવેલિયનમાં બેઠા હતા. બપોરે 3.30 વાગ્યાની આસપાસ શેફાલી ને બીસીસીઆઈની વર્લ્ડ કપ સિલેક્શન કમિટીમાંથી કોલ આવ્યો કે પ્રતિકા રાવલ ઘાયલ થઇ છે. એ હવે રમી શકે તેમ નથી એટલે તેની જગ્યા એ તમારે વન ડે વર્લ્ડ કપ માટે જોડાવાનું છે અને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સામે રમવાનું છે. શેફાલી વર્લ્ડ કપમાં બે મેચ રમી છે સેમી ફાઇનલ અને ફાઇનલ.
