Gujarati News

રાજકોટને બાનમાં લેનાર લુખ્ખાઓ સામે પોલીસ એક્શનમાં:ગેરકાયદે પ્રવૃત્તિ વિશે માહિતી આપવા ક્રાઈમ બ્રાંચે વોટસએપ નંબર જાહેર કર્યો, માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવાની અને યોગ્ય ઈનામ આપવાની પણ જાહેરાત કરી

Published: November 4, 2025 • Language: English

રાજકોટ શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કફોડી બની છે અને ગુનેગારો બેખોફ બન્યા છે ત્યારે રાજકોટ શહેરને ફરી શાંત અને સલામત બનાવવા માટે શાહે પોલીસે કમર કસી છે અને હવે ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ગેરકાયદે પ્રવૃત્તિ અંગે માહિતી આપવા લોકોને અપીલ કરવામાં આવી છે અને તેમાં ખાસ માહિતી આપનારનું નામ શરનામું ગુપ્ત રાખવા તેમજ યોગ્ય ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે. ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી કાળીચૌદશની રાત્રે થયેલ ટ્રીપલ મર્ડર બાદ તાજેતરમાં મંગળા રોડ પર ગેંગવોરને કારણે બે જૂથે અંધાધૂંધ ફાયરીંગ કરતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટના બાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી તાત્કાલિક તમામ ડીસીપી, એસીપી, પીઆઇ અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ SOGના અધિકારીઓ સાથે બેઠક બોલાવી કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. આ પછી હવે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ એક્શન મોડમાં આવી છે અને ડીસીપી ક્રાઇમના નેતૃત્વમાં દરરોજ રાત્રે કોમ્બિંગ નાઈટ, નાઈટ પેટ્રોલિંગ, વાહન ચેકીંગ કરી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં આતંક મચાવનાર અને શાંતિ ડહોળવા પ્રયાસ કરનાર શખ્સો તેમજ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે માહિતી આપવા અનુરોધ કર્યો છે. આ માટે વોટ્સએપ નંબર 6359929896 જાહેર કરવામાં આવ્યો. છે. ક્રાઈમ બ્રાંચે લોકોને તેમનાં ઘર, ઓફિસ, નોકરી સહિતનાં સ્થળો આસપાસ ભય ફેલાવનાર કે લુખ્ખાગીરી કરનાર ઉપરાંત કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર શખ્સો અંગે જાહેર કરાયેલા વોટ્સએપ નંબર ઉપર જાણકારી આપવા અનુરોધ કર્યો છે જેમાં માહિતી આપનારનું નામ અને સરનામું ગુપ્ત રાખવા અને યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. અગાઉ પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ નંબર જાહેર કરાયો હતો આ અગાઉ પણ લુખ્ખાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને ફરી હવે વધુ એક વખત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખાઓએ માઝા મૂકી છે જેમાં સ્થાનિક પોલીસની ઢીલી નીતિને કારણે જ લુખ્ખાઓ બેફામ બન્યા છે. આસ્થિતિમાં હવે લુખ્ખાઓને શાનમાં લાવવાની જવાબદારી ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે જે બાબત સ્થાનિક પોલીસ અને તેના ઇન્ચાર્જ માટે શરમજનક ગણાય તેવી છે.

Read more

← Back to Home