Gujarati News

ટ્રમ્પ મેક્સિકોમાં સેના મોકલવાની તૈયારીમાં:ડ્રગ કાર્ટેલ સામે ડ્રોન સ્ટ્રાઈકનો પ્લાન, ગુપ્તચર એજન્સી CIA પણ સામેલ થશે

Published: November 4, 2025 • Language: English

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ડ્રગ્સની દાણચોરી સામે લડવા માટે અમેરિકાના લશ્કરી અને ગુપ્તચર અધિકારીઓને મેક્સિકો મોકલવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકન ન્યૂઝ ચેનલ NBC ન્યૂઝના એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. બે વર્તમાન અને બે નિવૃત્ત યુએસ અધિકારીઓને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) પણ આ મિશનમાં સામેલ હોઈ શકે છે. આ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્રે મેક્સિકોમાં ડ્રગ માફિયાઓને નિશાન બનાવવા માટે આ ઓપરેશનના પ્લાનિંગ પર કામ શરૂ કરી દીધુ છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે આ સંભવિત મિશન માટે પ્રારંભિક ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. યોજનાઓ સૂચવે છે કે આ ઓપરેશન મેક્સીકન ભૂમિ પર પણ થઈ શકે છે, પરંતુ સેના મોકલવા અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવાઈ ​​હુમલા અને ડ્રોન સ્ટ્રાઈકનો પ્લાન NBC ન્યૂઝના અહેવાલ મુજબ, આ ઓપરેશનમાં અમેરિકાના જોઈન્ટ સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ (JSOC) ની ટીમો સામેલ થઈ શકે છે, જે CIA ના અધિકારક્ષેત્ર હેઠળ કામ કરશે. આ મિશનમાં ડ્રગ લેબ્સ અને કાર્ટેલ સાગરીતોને નિશાન બનાવીને ડ્રોન સ્ટ્રાઈકનો પ્લાન છે. ઘણા ડ્રોન એવા છે જેને ચલાવવા માટે જમીન પર ઓપરેટરોની જરૂર પડે છે. ફેબ્રુઆરીમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 6 મેક્સીકન કાર્ટેલ, MS-13 ગેંગ અને વેનેઝુએલાના ટ્રેન ડી અરાગુઆને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યા હતા. આનાથી યુએસ સૈન્ય અને CIAને ગુપ્ત કાર્યવાહી કરવાની છૂટ મળે છે. ટ્રમ્પે અગાઉ કહ્યું છે કે તેમણે વેનેઝુએલામાં CIAને કાર્યવાહીની મંજુરી આપી છે અને જો જરૂરી હોય તો તેઓ જમીન પર કાર્ટેલ્સને નિશાન બનાવશે. મેક્સિકોથી અમેરિકામાં ડ્રગ્સની દાણચોરી મેક્સિકોને વિશ્વના સૌથી મોટા ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કનું ઘર માનવામાં આવે છે, જ્યાંથી કોકેન, હેરોઈન, મેથ અને ફેન્ટાનાઇલ જેવા અત્યંત ખતરનાક ડ્રગ્સ યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચે છે. યુએસ એજન્સીઓ અનુસાર, મેક્સીકન કાર્ટેલ દ્વારા દેશમાં ડ્રગ્સનો સૌથી મોટો સપ્લાય કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વનું સૌથી મોટું ડ્રગ માર્કેટ છે. દર વર્ષે લાખો લોકો વ્યસની બને છે, અને ફેન્ટાનાઇલ જેવા ડ્રગ્સ હજારો મૃત્યુનું કારણ બને છે. યુએસ સરકાર પર ડ્રગ દાણચોરીને રોકવા માટે સતત પગલા ભરે છે, અને પરિણામે, તેની નજર મેક્સીકન કાર્ટેલ પર રહે છે. બીજી બાજુ, મેક્સિકોમાં કાર્ટેલ એટલા શક્તિશાળી બની ગયા છે કે ઘણા વિસ્તારોમાં તેઓ પોલીસ અને સરકારને પડકાર ફેંકે છે. હથિયારધારી ગેંગ, ધાકધમકી, ભ્રષ્ટાચાર અને હિંસા ઘણીવાર સ્થાનિક તંત્ર પણ તેમને રોકી શકતું નથી. 100 વર્ષ પછી અમેરિકન સૈનિકો મેક્સિકોમાં ઉતરી શકે છે ઇતિહાસમાં યુએસ લશ્કર મેક્સિકોમાં માત્ર થોડી વાર જ પ્રવેશ્યું છે. સૌથી મહત્વપૂર્ણ કાર્યવાહી 1916માં થઈ હતી, જ્યારે જનરલ જોન પર્સિંગે મેક્સીકન ક્રાંતિકારી પેનચો વિલાનો પીછો કરવા માટે સૈનિકો મોકલ્યા હતા. ત્યારથી, યુએસએ મેક્સિકોમાં સીધી લશ્કરી કાર્યવાહીથી દુર રહે છે. કાયદેસર રીતે, યુએસ મેક્સિકોની મંજુરી વિના સેના મોકલી શકતું નથી, અને મેક્સિકો હંમેશા કોઈપણ વિદેશી લશ્કરી હસ્તક્ષેપનો વિરોધ કરે છે. જો આ કામગીરી ખરેખર થાય છે, તો તે 100 વર્ષમાં મેક્સિકોમાં પ્રથમ યુએસ લશ્કરી તહેનાત હશે.

Read more

← Back to Home