નોએલ v/s મેહિલ મિસ્ત્રી, ટાટા ગ્રુપમાં ડખા
Published: November 4, 2025 •
Language: English

– મેહીલે મહારાષ્ટ્ર ચેરિટિ કમિશ્નર સમક્ષ કેવિયેટ દાખલ કરીને પોતાને સાંભળવા જોઇએ એમ કહ્યું છે
– નાણાપ્રધાન અને ગૃહપ્રધાને આપેલી સલાહ શેઠની શિખામણ ઝાંપા સુધી જેવી સાબિત થઇ હતી
અમદાવાદ : ટાટા ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ તગડો નફો રળી રહી છે પરંતુ ગ્રુપના વહિવટમાં ચાલતા ડખા તેની ઇમેજ બગાડી રહ્યા છે. ટાટા ગ્રુપ અને ટાટા ટ્રસ્ટ એમ બે છાવણીમાં વહેંચાયેલું મેનેજમેન્ટ કાયદાના સાણસામાં જાણે અજાણે ઢસડાઇ રહ્યું છે. દેશના ટોપના બિઝનેસ ગ્રુપ ટાટામાં સુપ્રીમસી માટેનો જંગ વહેલો સમેટાઇ જાય તે માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને ગૃહપ્રધાન અમિત શાહે આપેલી સલાહ છતાં ગ્રુપ વિવાદમાં ઠસાડાયું હોઇ સરકારના ટોચના બે લોકોની સલાહ શેઠની શિખામણ ઝાંપા સુધીની સાબિત થઇ હતી.
