પ્રભાસની સ્પિરિટમાં કેટલાક ન્યૂડ સીન હશે તેવો દાવો
Published: November 4, 2025 •
Language: English

– સ્ટોરીમાં હિરો માટે ન્યૂડ સીન ગોઠવાયા છે
– એક તેલુગુ સ્ટારે પોતે આવા સીન માટે અસહજ હોવાનું જણાવી ફિલ્મ નકારી કાઢી હતી
મુંબઈ: સંદિપ રેડ્ડી વાંગા દ્વારા બનાવાઈ રહેલી પ્રભાસની મુખ્ય ભૂમિકા ધરાવતી ‘સ્પિરિટ’નું શૂટિંગ હજુ શરુ થયું નથી. દરમિયાન હવે એવી વાત બહાર આવી છે કે આ ફિલ્મમાં કેટલાક ન્યૂડ સીન હશે.
એક તેલુગુ કલાકારને ટાંકીને એવો દાવો કરાઈ રહ્યો છે કે ફિલ્મની સ્ક્રિપ્ટમાં ન્યૂડ સીન્સનો ઉલ્લેખ હોવાથી તે કારણોસર જ તેણે આ ફિલ્મ છોડી દીધી હતી.
