વિક્રમ સંવતના નવા વર્ષના પહેલા દિવસે સુરત સ્વામિનારાયણ મંદિરમાં 1300 થી વધુ વાનગીઓનો અન્નકુટોત્સવ ઉજવાયો
Published: November 4, 2025 •
Language: English

શનિવારે વિક્રમ સંવત 2081 તરીકે નવા વર્ષનો પ્રારંભ સાથે હિન્દુઓનું નવું વર્ષ પણ શરૂ થઈ ગયું હતું. આ દિવસે સુરતના અનેક મંદિરમાં ભગવાન ને અન્નકૂટ ધરાવાયો હતો. તેમાં પણ અડાજણ ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 1300 થી વધુ વાનગીઓનો અન્નકૂટ મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવ્યો તો જેના 45 હજારથી વધુ હરિભક્તોએ દર્શન કર્યા હતા.

સુરત શહેરના અન્ય મંદિરો સાથે બીએપીએસ સ્વામી નારાયણ મંદિર અડાજણમાં પણ અન્નકુટના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
