આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર
Published: November 4, 2025 •
Language: English

Aadhaar Update Rules 2025: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI)એ બાળકોના આધાર કાર્ડ પર બાયોમેટ્રિક અપડેટ માટે રૂ.125 ફી માફ કરી દીધી છે. આ ફી એક વર્ષ માટે માફી કરવામાં આવી છે. પુખ્ત વયના લોકો માટે, નામ, જન્મ તારીખ, સરનામું અથવા મોબાઇલ નંબર અપડેટ કરવા માટે 75 ખર્ચ થાય છે, અને ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન જેવી બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માટે 125 ખર્ચ થાય છે. પુખ્ત વયની વ્યક્તિઓએ આ ચાર્જ ચૂકવવો પડશે.
