‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ
Published: November 4, 2025 •
Language: English

Raghuram Rajan On India-US Trade Deal : પૂર્વ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર રઘુરામ રાજને ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર સમજૂતીની ચર્ચા-વિચારણા અંગે કેન્દ્ર સરકારને મહત્ત્વની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, ‘અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા સુધીના ટેરિફ ઝિંક્યો છે, તો ભારતે 10થી 20 ટકાની વચ્ચે ટેરિફ રાખવાનું લક્ષ્ય રાખવું જોઈએ.’
‘ભારતે 10થી 20 ટકા ટેરિફનું લક્ષ્ય રાખવું જોઈએ’
અમેરિકન મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રઘુરામ રાજનને કહ્યું કે, ‘જો ટેરિફ મર્યાદા શૂન્ય હોય તો શ્રેષ્ઠ ગણાશે. અન્ય વિકાસશીલ દેશોએ નીચા ટેરિફ સ્તર હાંસલ કરી લીધા છે, ત્યારે ભારત પરનો ટેરિફ દર પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયાના હરીફ દેશો સાથે સ્પર્ધાત્મક કરી શકે, તેટલો હોવો જોઈએ.
