રાજકોટ ક્રાઇમ ન્યુઝ:હિટ એન્ડ રન, સાધુ વાસવાણી રોડ ઉપર અજાણ્યા વાહન હડફેટે 50 વર્ષીય આધેડનું મોત
રાજકોટનાં 50 વર્ષીય રાજેશભાઈ નરશીભાઈ બોરીચા ગતસાંજે સાધુવાસવાણી રોડ ઉપર પોતાનું બાઈક લઈને જતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત સબબ ઈજા થતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં આજે વહેલી સવારે 5:30 વાગ્યાં આસપાસ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.પરિવારજનોએ જણાવ્યું કે, મૃતક રાજેશભાઈ ફર્નિચર કામ કરતા, તેમને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. પોતે 3 ભાઈ અને 2 બહેનમાં નાના હતા. તેઓ કામ પરથી ઘરે પોતાના એક્ટિવા પર જતા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક હડફેટે લઈ નાસી છૂટ્યો હતો. હાલમાં પોલીસે અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મહિલા વર્લ્ડકપની ફાઇનલ મેચ પર આઇડી મારફત ક્રિકેટ સટ્ટો રમતો રાજદીપસિંહ જાડેજા ઝડપાયો ગઈકાલે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત – દ.આફ્રિકા વચ્ચે રમાયેલ ક્રિકેટ મેચમાં ઓનલાઈન આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમત શખ્સને એલસીબી ઝોન-2 ની ટીમે બસ સ્ટેશન પાછળથી ઝડપી લઇ રૂ.50,000નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ, એલસીબી ઝોન-2નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બસ સ્ટેશન પાછળ આવેલી હોટલે એક શખ્સ પોતાના મોબાઇલમાં આઇડી મારફત ક્રિકેટ સટ્ટો રમતો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે અહીં પહોંચી શખસને ઝડપી લીધો હતો. રાજદિપસિંહ અશોકસિંહ જાડેજા નામના આ શખ્સનો મોબાઈલ ચેક કરતા તેમાં ડીએનએચ 247 નામની આઇડી ખુલ્લી હોય અને ભારત સાઉથ આફ્રિકા વચ્ચે ચાલતી મહિલા ક્રિકેટ વર્લ્ડકપની મેચ ઉપર સટ્ટો રમતો હોવાનું જણાઇ આવ્યુ હતું. જેથી પોલીસે આરોપી રાજિેદયસિંહ જાડેજાની ધરપકડ કરી તેની પાસે રહેલા રૂ.50,000 હજારનો મોબાઇલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજા માળેથી પટકાતા શ્રમિક અને રમતી વખતે પડી ગયેલી બાળકીનું સારવારમાં મોત રાજકોટમાં ત્રીજા માળેથી પટકાતા શ્રમિક અને રમતી વખતે પડી ગયેલી બાળકીનું સારવારમાં મોત નીપજ્યું હતું. પ્રથમ બનાવમાં 8 વર્ષીય ફલક મુસ્તુફાભાઈ સેરસીયા ગત સાંજે 6 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે રમતા રમતા પડી જતા માથે અને શરીરે ઇજા થતાં કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા બાદ રાજકોટની સદભાવના હોસ્પિટલમાં રિફર કરાવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવતા ચાલુ સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં 34 વર્ષીય લીંગરાજ મહેન્દ્ર છત્રીયાં ગત સાંજે 7 વાગ્યા આસપાસ પોતે સાઈટ ઉપર હતો. ત્યારે કોઈ કારણોસર ત્રીજા માળેથી પટકાતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના CCTV લગાડેલ પોલ સાથે ડમ્પર અથડાયું, નવ કેમેરાનો ભુક્કો રાજકોટમાં લાખના બંગલા પાસે અક્ષરનગર મેઇન રોડ પર રહેતા 27 વર્ષીય રવિભાઇ પ્રવીણભાઇ નડીયાપરા દ્વારા કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ટ્રક નં. જીજે 39 ટી 7236ના ચાલકનું નામ આપ્યું હતું. અને જણાવ્યું હતું કે, પોતે ઇશાન ઇન્ફોટેક કંપનીમાં સીનીયર એન્જીનીયર તરીકે નોકરી કરે છે. જે કંપની ગુજરાત પોલીસના વિશ્વાસ ફેઝ-2 પ્રોજેકટ અંતર્ગત રાજકોટ સિટી પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાની દેખરેખ રાખવાનું કામ કરે છે.ગઇકાલે સોખડા ચોકડીથી માલીયાસણ ચોકડી તરફ જવાના રસ્તે માલીયાસણ ચોકડી પાસે ડમ્પર નં.. જીજે 39 ટી 7236 ના ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી ગુજરાત પોલીના વિશ્વાસ ફેઝ-2 પ્રોજેકટ અંતર્ગત રાજકોટ પોલીસના સીસીટીવી કેમેરા લગાવેલા હોય તે લોખંડના પોલ સાથે અથડાવી નવ કેમેરામાં નુકશાન કર્યું હતું. જેમાં રૂ.4.50 લાખનું નુકશાન થયું હોય ફરીયાદ નોંધાવી છે. આ ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. હત્યા-ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ અને ફરાર રિયાઝ દલ ઝડપાયો રાજકોટ એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલા હત્યાના ગુનામાં તેમજ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકના ગુનામાં જામનગર જિલ્લા જેલ ખાતે કાચા કામના આરોપી તરીકે રહેલો 36 વર્ષીય બંદીવાન રિયાઝ દલ જામનગર જેલ ખાતેથી પેરોલ મેળવી જેલમુક્ત થયા બાદ ફરાર થઈ ગયો હતો. જે હાલ અહીં તેના ઘરે હુડકો ક્વાર્ટરમાં આવવાનો છે. તે બાતમીના આધારે પોલીસની ટીમે અહીં વોચ ગોઠવી હતી દરમિયાન આરોપી રિયાઝ દલ અહીં આવતા તેને ઝડપી લઇ જામનગર જેલ ખાતે સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
