Gujarati News

કરોડોનો ભાવ ભર્યા બાદ ખરીદી ન કરતા લાખોની ડીપોઝીટ જપ્ત:AMCના સોલા અને હેબતપુરના પ્લોટના પ્રતિ ચો.મી. 69.54 લાખ અને 66.83 લાખનો ભાવ ભર્યો'તો

Published: November 3, 2025 • Language: English

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટો વેચાણ માટે મૂકવામાં આવતા હોય છે. AMC દ્વારા ઓક્ટોબરમાં વેચેલા પ્લોટો પૈકી સોલા અને હેબતપુર વિસ્તારમાં ખરીદદાર દ્વારા આ બંને પ્લોટમાં પ્રતિ ચો.મી 69.54 લાખ અને 66.83 લાખનો ભાવ ભર્યો હતો. જે બાદ આ બંને બિલ્ડરોએ ખરીદીમાં રસ નહી દાખવતાં આખરે આ બંને કોન્ટ્રાક્ટરની EMD મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જપ્ત કરવામાં આવી છે. હવે આ બંને પ્લોટ માટે આગામી દિવસોમાં ફરીથી હરાજી થશે. જોકે બંને બિલ્ડરો દ્વારા આ રકમ ભૂલથી EMD રકમ પ્રતિ ચોરસ મીટર સમજી ભરી દીધી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના હેબતપુર – સોલાના આ બે પ્લોટમાં લધુત્તમ પ્રતિ ચો.મી. કિંમત રૂ. 1.75 લાખની કિંમત્તે બે પ્લોટનું વેચાણ નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે બંને પ્લોટમાં ઇએમડીની (અર્નેસ્ટમની ઓફર માટે 10 ટકા રકમ ભરવાની રકમ)ની કિંમત અનુક્રમે રૂ. 69.54 લાખ અને 66.83 લાખ નક્કી કરાઇ હતી. જેમાં સોલાના સાયન્સ સીટી ખાતે ફોર્ચ્યુન બિઝનેસ હબ પાસેના 3974 ચો.મી પ્લોટની હરાજીમાં ખરીદ કિંમત રૂ 2766.53 કરોડ, ચેતન શાહ, સુવિમલ ઇન્ફ્રાસ્પેશ એલએલપી દ્વારા લગાવવામાં આવી હતી. જ્યારે સોલા હેબતપુર સાયન્સ સીટી રોડ વિસ્તારમાં ગેલેક્સી સીગ્નેચર સામેનો પ્લોટ જે 3819 ચો.મી.નો છે તેની કિંમત રૂ. 2552.37 કરોડનો ભાવ અજયરાજ ડેવલપર્સ એલએલપી દ્વારા ભરવામાં આ‌વ્યો હતો. જે ખૂબ મોટો ભાવ ભરાયો હતો અને માત્ર બે પ્લોટની કિંમત જ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટની 50 ટકા રકમ થઈ ગઈ હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ બંને બિલ્ડરો દ્વારા આટલી રકમ EMD તરીકે ભર્યા બાદ તેમાં ગેરસમજ થઈ હોવાનું સામે આવ્યું હતું. તેઓ દ્વારા બાદમાં પ્લોટ ખરીદવાની તૈયારી બતાવી ન હતી. જેથી આ બંને હરાજી રદ્ કરવામાં આવી હતી. જ્યારે તેમની ઇએમડી જપ્ત કરવામાં આ‌વી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના નાના-મોટા પ્લોટો હંગામી ધોરણે ભાડે આપવામાં આવે છે. સામાજિક પ્રસંગ, કોમર્શિયલ, નવરાત્રિ, ધાર્મિક તહેવારો, સીઝનલ બિઝનેસ, ઓટો ફેર, સમૂહ લગ્ન, જાહેર સભા, રેલી અને રાજકીય હેતુ. પ્રોડક્ટ્સના પ્રમોશન, ધરણાં- દેખાવો, ઉપવાસ આંદોલન, પાર્કિંગ હેતુ શાળા- કોલેજોને રમતગમત માટે હંગામી ધોરણે ભાડેથી આપવામાં આવે છે. હંગામી ધોરણે AMC પ્લોટ મેળવવા માટે મંજૂરી આપવા અંગેની ફાઈલ સંબંધિત ઝોનના અધિકારીઓથી લઈને DYMC સુધી ફાઈલ મોકલવામાં આવશે ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીની પણ મંજૂરી મેળવીને પ્લોટ ભાડે લઈ શકાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ ઝોનમાં આવેલા આવેલા પ્લોટ એક દિવસથી લઈને એક વર્ષ સુધીના સમયગાળા માટે ભાડે આપવામાં આવે છે. પ્લોટના હંગામી બુકિંગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર લોગ ઈન કરીને ઝોન, વોર્ડ, પ્લોટની વિગતો મેળવી શકાશે અને આ પ્રકારે ઓનલાઈન પરમીશન મેળવવાની રહેશે તેમજ ઓનલાઈન નાણાં જમા કરાવવાના રહેશે. ધંધાકીય હેતુ માટે માત્ર વેચાણ કરવા જો પ્લોટ ભાડે મેળવવો હોય તો પ્રવર્તમાન જંત્રીના (50 ટકા) મુજબ 7.5 ટકા વાર્ષિક ભાડું ગણિત તે મુજબ દૈનિક ભાડુ ગણીને ભાડાની કુલ રકમ + ની રકમના 25% ડિપોઝિટ પણ ભરવાની રહેશે. જો કોઈ મોટા પ્લોટ પૈકી ઓછા એરિયાનો પ્લોટ ભાડેથી મેળવવો હશે તો તે માટે પાર્ટ પ્લોટનો સ્કેચ તૈયાર કરાવવા માટે સંબંધિત ઝોનમાં રૂબરૂ જવું પડશે અને તે માટે સમગ્ર પ્લોટના ભાડાની રકમ પૈકી પાર્ટ પ્લોટ માટેના ભાડાની ટકાવારી નક્કી કરીને રકમ વસૂલ કરાશે

Read more at source

← Back to Home