Gujarati News

સિદસર ગામમાં થાળીનાદ કરી ખેડૂતોનો વિરોધ:કમોસમી વરસાદથી રોષે ભરાયેલા ખેડૂતોએ એકત્રિત થઈને સહાયની માંગ કરી

Published: November 3, 2025 • Language: English

હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક કમોસમી ધોધમાર વરસાદ પડયો છે જેના કારણે ખેડૂતોના ખીરફ પાકોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે તેને લઈ જિલ્લામાં અનેક તાલુકાઓમાં સરકાર દ્વારા સર્વે કામગીરી સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજરોજ શહેરના સિદસર ગામ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને બહેનો એકઠા થયા હતા અનેં ખેડૂતોનું દેવું માફી અને ખેડૂતો સાથે સંકળાયેલા તમામ લોકોને સહાય ચુકવવામાં આવે અને સરકારના બહેરા કાને સંભળાવા માટે ખેડૂતભાઈઓ અને બહેનોએ થાળીનાદ કર્યો હતો. ખેડૂત ભાઈઓ અને બહેનોએ થાળીનાદ કરી વિરોધ નોંધાવ્યો
આજરોજ ભાવનગર જિલ્લાના સીદસર ગામમાં આવેલ માતાજીની વાડીમાં ખેડૂતો અને બહેનો મોટી સખ્યામાં એકઠા થઇ અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.છેલ્લા એક સપ્તાહ થી પડેલા કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકો જેમાં મગફળી, કપાસ,ઘાસચારો સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકશાન થયું છે ત્યારે જિલ્લામાં અનેક તાલુકાઓમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. સીદસર ગામે ખેડૂતભાઈઓ અને બહેનોએ સરકાર પાસે માંગણી કરી હતી, જેમાં ખેડૂતોનું દેવું માફ કરે અને ખેડૂતો સાથે સંકળાયેલા ખેતમજૂરો, ભાગિયાઓ અને માલધારીઓને પણ સહાય ચૂકવવામાં આવે અને સરકારના બહેરા કાને સંભળાવા ખેડૂત ભાઈઓ અને બહેનોએ થાળીનાદ કરવામાં આવ્યો હતો. સીદસર ગામના ખેડૂતોએ થાળી નાદ કરી વિરોધ નોંધાવ્યો
સીદસરન ગામના ખેડૂત લલ્લુભાઇ બેલડીયાએ જણાવ્યું હતું કે, મારી 72 વર્ષની ઉંમર છે. આવી અતિવૃષ્ટિ મેં જોઈ નથી ખેડૂતોની એક જ માંગ છે કે, તમામ ખેડૂતોનું દેવું માફ કરે. ખેડૂતોનું એકલાનું નહીં ખેડૂતોની સાથે સંકળાયેલા મજૂરો, ભાગિયાઓ સિવાય માલધારીઓ હોય છે, તે તમામને સહાય મળવી જોઈએ આ એક જ અમારી માંગ છે. આ સરકારને બેરા કાને સંભળાવવા માટે આજે સીદસર ગામના ખેડૂતોએ થાળી નાદ કર્યો છે. આ થાળીનાદમાં બહેનો પણ જોડાઈ હતી. ખેડૂત પર દેવું હોય તે માફ કરવું પડે તો આજે અમે બધા વાડીએ ભેગા થયા છીએ
આ અંગે સીદસર ગામની મહિલા હંસાબેન એ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ થી છ મહિનાથી ચોમાસુ બેઠું છે અમારો બધો પાક નિષ્ફળ ગયો છે કપાસ મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયું છે તો અમારે હવે શું કરવાનું અમે જે બધું કમાણા હતા તે બધું વઇ ગયું છે અને જેટલું કમાણા હતા તે બધું પાકું વાવેતરમાં નાખ્યું હતું. અત્યારે હવે અમારી પાસે કશું રહ્યું જ નથી અમારા બાલ બચ્ચાને શું ખવડાવવું હવે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે હવે અમને કંઈક સહાય આપો અને ગમે ત્યાંથી તમારે અમને સહાય આપવી પડે અને જે કોઈ પણ ખેડૂત પર દેવું હોય તે માફ કરવું પડે તો આજે અમે બધા સીદસર ગામે આવેલ માતાજીની વાડીએ ભેગા થયા છીએ અને સરકારને જગાડવા માટે થાડી નાદ કર્યો છે ​​​​

Read more at source

← Back to Home