World

નેપાળમાં બરફનો પહાડ તૂટ્યો, 7 પર્વતારોહકોનાં મોત:5,630 મીટર ઊંચા શિખર પર દુર્ઘટના; ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ

Published: November 3, 2025 • Language: English

નેપાળના ઉત્તર-પૂર્વીય હિસ્સામાં યાલુંગ રી નામની ટોચ પર સોમવારે બરફનો પહાડ તૂટવાથી 7 લોકોનાં મોત થઈ છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે હિમસ્ખલન 5,630 મીટર ઊંચી ટોચના બેઝ કેમ્પ પર આવ્યું. દુર્ઘટના પછી 4 લોકો લાપતા છે. મૃતકોમાં 3 અમેરિકી, 1 કેનેડિયન, 1 ઇટાલિયન અને 2 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. આ માહિતી ડોલખા જિલ્લાની પોલીસે આપી છે. આ વિસ્તાર બાગમતી પ્રાંતના રોલવાલિંગ વેલીમાં આવે છે. પોલીસ અને રેસ્ક્યુ ટીમો હજી પણ લાપતા લોકોની તલાશ કરી રહી છે. ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુમાં વિલંબ નેપાળી વેબસાઇટ હિમાલયન ટાઇમ્સ મુજબ આ દુર્ઘટના સવારે લગભગ 9 વાગ્યે થઈ. 15 લોકોની એક ટીમ ગૌરીશંકર અને યાલુંગ રી તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન હિમસ્ખલન બેઝ કેમ્પની પાસે જ તેમને પોતાની ઝપેટમાં લઈ લીધા. સ્થાનિક વોર્ડ અધ્યક્ષ નિંગગેલી શેરપાએ જણાવ્યું કે સવારથી જ પ્રશાસનને ઘણી વાર મદદ માટે સૂચના આપવામાં આવી, પરંતુ બચાવ અભિયાન મોડેથી શરૂ થયું. તેમણે કહ્યું કે રોલવાલિંગ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર હોવાના કારણે હેલિકોપ્ટરને ઉડાનની પરવાનગી મળવામાં વિલંબ થયો, જેનાથી રેસ્ક્યુ ઓપરેશન વધુ ધીમું પડી ગયું. પોલીસના જણાવ્યા મુજબ, નેપાળ આર્મી, નેપાળ પોલીસ અને આર્મ્ડ પોલીસ ફોર્સને શોધ અને બચાવ અભિયાનમાં લગાવવામાં આવી છે. એક હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યું, પરંતુ ખરાબ હવામાનના કારણે તે દુર્ઘટનાવાળી જગ્યા સુધી પહોંચી શક્યું નહીં. સમાચાર અપડેટ થઈ રહ્યા છે…

Read more at source

← Back to Home