અમારી ધીરજની કસોટી ના કરો, જડબાતોડ જવાબ આપીશું… અફઘાનિસ્તાનની પાકિસ્તાનને ધમકી
Published: November 3, 2025 •
Language: English

Afghanistan Threatens Pakistan : પાકિસ્તાનને ભારત સાથે જેવું વેર છે, એવું જ વેર અફઘાનિસ્તાન સાથે પણ છે. બંને દેશો વચ્ચે હાલમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. એવામાં અફઘાનિસ્તાનના ગૃહમંત્રી ખલીફા સિરાજુદ્દીન હક્કાનીએ સોમવાર, 3 નવેમ્બર, 2025ના રોજ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો અફઘાન લોકોની સહનશીલતા અને ધીરજની ફરી પરીક્ષા લેવામાં આવશે, તો તેના પરિણામ વિનાશક હશે.
શસ્ત્રો નહીં, પણ સંકલ્પ મજબૂત છે
હક્કાનીએ સ્વીકાર્યું હતું કે, અફઘાનિસ્તાન પાસે લોન્ગ રેન્જ મિસાઈલો કે અત્યાધુનિક શસ્ત્રો નથી.
