Gujarati News

માલવદીપસિંહ રાઉલજી ગોધરા APMCમાં બિનહરીફ ચૂંટાયા:સહકારી ખરીદ-વેચાણ મંડળીઓના વિભાગમાં એકમાત્ર ઉમેદવાર રહ્યા

Published: November 3, 2025 • Language: English

ગોધરા APMC માં માલવદીપસિંહ રાઉલજી સહકારી ખરીદ-વેચાણ મંડળીઓના વિભાગમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે તેઓ એકમાત્ર ઉમેદવાર રહ્યા હતા, જેથી તેમને વિજેતા જાહેર કરાયા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ગોધરાની પેટાચૂંટણી 2025 માં સહકારી ખરીદ-વેચાણ મંડળીઓના વિભાગની બેઠક માટે જાહેરાત કરાઈ હતી. આ બેઠક માટે માલવદીપસિંહ રાઉલજીએ જ ઉમેદવારી નોંધાવી હતી. માલવદીપસિંહ રાઉલજી હાલ ગોધરા તાલુકાના રેડક્રોસના ચેરમેન તરીકે કાર્યરત છે. તેમણે અગાઉ ગોધરા વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ભાજપાની મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ સંભાળી છે. તેમની બિનહરીફ જીત બાદ બજાર સમિતિના સદસ્યો, ભાજપા જિલ્લા, નગર અને તાલુકાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો ગોધરા APMC ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Read more at source

← Back to Home