Gujarati News

અમદાવાદમાં વૃદ્ધાના મોત મામલે ઘટસ્ફોટ:પાડોશી યુવકે જ મકાનનું ભાડું ભરવા અને જન્મદિવસ ઉજવવા વૃદ્ધાની હત્યા કરી કાનમાંથી બુટ્ટી કાઢી લીધી

Published: November 3, 2025 • Language: English

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ફ્રૂટવાળી ચાલીમાં એકલી રહેતી 85 વર્ષીય વૃદ્ધા ધનીબેન વાઘેલાની અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે કે, હત્યારો કોઈ અજાણ્યો નહીં પરંતુ, દોઢ વર્ષ અગાઉ વૃદ્ધાના પાડોશમાં રહેતો યુવક જ હતો. આરોપીએ ઘરનું બાકી ભાડું ભરવા અને પોતાનો જન્મદિવસ ઉજવવા માટે વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 50 દિવસ પછી આરોપીની બાતમી મળી
આ ઘટના 11 સપ્ટેમ્બરની છે, જ્યારે ધનીબેન વાઘેલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. વૃદ્ધા એકલી રહેતી હતી અને તેમને દર મહિને પેન્શન મળતું હતું. હત્યાની ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી પરંતુ, લાંબા સમય સુધી આરોપીનો કોઈ પ્રૂફ મળ્યો નહોતો. 50 દિવસ પછી અચાનક બાતમી મળી કે, હત્યાના દિવસે એક શંકાસ્પદ યુવક વૃદ્ધાના ઘરે ગયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો
અમરાઈવાડી પોલીસે સચિન ઠાકોર નામના યુવકની અટકાયત કરી હતી. પોલીસે યુવકને હત્યા અંગે પૂછપરછ કરી ત્યારે સચિને જ મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં જણાવ મળ્યું હતું કે, સચિન દોઢ વર્ષ અગાઉ મહિલાના પાડોશમાં ભાડે રહેતો હતો. મહિલા એકલા રહેતા હોવાની તથા તેને પેન્શન આવતું હોવાની સચિનને જાણ હતી.સચિનના મકાનનું 2 મહિનાનું 8 હજાર ભાડું ભરવાનું બાકી હતું.કોઈ કામ ધંધો ન કરતો હોવાથી પૈસા પણ નહોતા. આરોપીએ મહિલાના ઘરમાં જઈને ગળું દબાવી હત્યા કરી
ઝોન-5 ડીસીપી સચિને મનમાં જ વૃદ્ધ મહિલાના ઘર જઈને દાગીના કે રોકડ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ બનાવના 2 દિવસ બાદ 13 સપ્ટેમ્બરે સચિનનો જન્મ દિવસ પણ હતો. જોકે, ભાડું કે જન્મદિવસ ઉજવવા પૈસા ન હોવાથી સચિન રસ્તામાં પડેલી અલ્ટો ગાડીમાં ડુપ્લિકેટ ચાવી ભરાવી મહિલાના ઘર પાસે પહોંચી ગયો હતો.રાતના સમયે કોઈ ન હોવાથી સચિને મહિલાના ઘરમાં જઈને મહિલાનું ગળું દબાવી હત્યા કરી હતી અને મહિલાના કાનમાં પહેરેલી બુટ્ટી કાઢી લીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી હત્યા બાદ બુટ્ટી લઈને પાટણ ગયો હતો, જ્યાં તેણે બુટ્ટી વેચી દીધી હતી. જે પૈસા આવ્યા તેમાંથી જન્મદિવસ ઉજવવા મંદિર ગયો હતો. મકાનના ભાડાના 8 હજાર રૂપિયા પણ મકાન માલિકને આપી દીધા હતા.સચિનના પરિવારમાં તેની પત્ની પણ છે.પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read more at source

← Back to Home