સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો શુભારંભ:7 દિવસ સુધી સરસ્વતી નદીના નીરમાં શ્રદ્ધાભર્યું સ્નાન અને તર્પણવિધિ થશે, ચકડોળ, મોતના કૂવા સહિતની અવનવી રાઈડ્સ
સિદ્ધપુરમાં કુંવારીકા મા સરસ્વતીની કૃપમાં ભરાતા પરંપરાગત કાવ્યોકના એટલે કે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. ગુજરાત રાજયના વિવિધ પ્રદેશો ભક્તોનો અવિરત પ્રથમ દિવસથી જ શરૂ થઈ ગયો છે. શ્રદ્ધા, તર્પણ અને ઉલ્લાસનું ત્રિવેણી સંગમ
દેવનગરી તરીકે વિશ્વપ્રચલિત એવા સિદ્ધપુરમાં કારતક માસની પૂર્ણિમા પર યોજાતો પરંપરાગત અને ભવ્ય લોકમેળો જે કાત્યોંકના મેળા તરીકે પ્રસિદ્ધ છે. જેમાં પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં આવતાં ભક્તજનોથી મેળાનો લ્હાવો જ એક અખોની અનુભૂતિ કરાવે છે. જેમાં શ્રદ્ધા, તર્પણ અને ઉલ્લાસનું ત્રિવેણી સંગમ જોવા મળે છે. તો ચૌદસ અને પૂર્ણિમા પર સરસ્વતી નદીમાં ત્રિવેણી સંગમ સર્જાતું હોવાથી લોકો અહીં સ્નાન કરી પણ ધન્યતા અનુભવે છે. અસંખ્યા રાઈડ્સ ઉભી કરાઇ
મનોરંજનની સાથોસાથ કુંવારીકા નદીમાં સરસ્વતીના તટ પર પોતાના પિતૃઓની તર્પણ વિધિ કરી ભક્તો ધન્યતા તો અનુભવે જ છે, સાથોસાથ સાત દિન સુધી ચાલતા લોકમેળાનો મન ભરીને આનંદ પણ મેળવે છે. હૈયેહૈયુ ટકરાય એવી ભીડથી છલોછલ છલકાતા મેળામાં બાળકો તેમજ યુવાનો માટે અસંખ્યા રાઈડ્સ જેવી કે ચકડોળ, મોતનો કૂવો, બ્રેક ડાન્સ, જાદુના ખેલ, લોન્ગ બોટ સહિતની અનેક મનોરંજનની રાઈડ્સ લાગી છે તો બીજીતરફ તમામ પ્રકારની ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે જેનો બાળકો, યુવાઓ અને વડીલો પણ આનંદ મેળવશે. અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં મેળો ખુલ્લો મુકાયો
સિદ્ધપુર પાલિકા દ્વારા આયોજીત મેળાનો પ્રારંભ સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત હસ્તે તેમજ શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશ દારાજી સ્વામીનારાયણ મંદિર-બિલિયા) મહંત અર્જુનદાસ ત્યાગી, રામ ચોક લક્ષ્મીનારાયણ મંદિર-સિધ્ધપુર ના આશીવંચન સાથે પ્રાંત અધિકારી નગર પાલિકા પ્રમુખ અનિતા પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, કારોબારી મેરમેન રસ્મિન દવે. ચીફ ઓફિસર કૃપેશ પટેલ પાલિકાના સદસ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મેળો વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વર્ષમાં માત્ર 7 દિવસ માટે જ મંદિર ખૂલે છે
સમગ્ર ભારત વર્ષમાં એકમાત્ર એવા સિદ્ધપુરના બિંદુ સરોવરમાં આવેલા કાર્તિક સ્વામીના મંદિરના દ્વાર વર્ષ દરમિયાન માત્ર 7 દિવસ માટે જ ખોલવામાં આવે છે. ચાલુ વર્ષે પણ કારતક સુદ આઠમથી પૂર્ણિમા સુધી દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કાર્યોકનો મેળો માણવા આવતા લાખો લોકો કાર્તિક સ્વામીના દર્શનનો લાભ લે છે. એક માન્યતા અનુસાર આ ૭ દિવસ દરમિયાન જે સૌભાગ્યવતી સ્ત્રોઓ અહીં દર્શન કરે છે તેઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. મેળામાં ઊંટ અને ઘોડાનું વેચાણ થશે
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યોંકના મેળામાં વેચાણ અર્થે વિવિધ પ્રદેશોમાંથી ઊંટ અને ઘોડા લાવવામાં આવ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ તેઓ અનેક ઊંટ વેચાણ માટે લાવ્યા છે અને ઊંટની જાત અને ક્ષમતા મુજબ રૂ.40 હજારથી એક લાખ સુધીના ભાવે ઊંટનું વેચાણ ચાલુ કર્યું છે. બિંદુ સરોવર પર પોલીસની નાકાબંધી
શહેરના પ્રવેશદ્વાર એવા બિંદુ સરોવરથી જ શહેરમાં મોટા વાહનો ન પ્રવેશી શકે તે માટે પોલીસે બેરીકેટ મૂકી નાકાબંધી કરી દીધી છે જેથી શહેરની અંદર ટ્રાફીક ન સર્જાય. બંદોબસ્તમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ સ્ટાફ, ઘોડેસવાર પોલીસ, એચડી દૂરબીન, મેટલ ડીટેકટર, બોમ્બ ડીસ્પોઝલ કીટ, મહિલા પોલીસ, હોમગાર્ડના જવાનો, જીઆરડી જવાનો તેમજ વોચ ટાવર મૂકવામાં આવ્યા છે જેમની મદદથી મેળાની તમામ હલચલ પર ચાંપતી નજર રહેશે. ગરમ કપડાંથી લઈ રસોડાના સામાનના ઢગ ખડકાયા
મેળામાં આવતા લાખો લોકોને લીધે અનેક ગરમ કપડાંની દુકાનો અને સ્ટોલ ખોલવામાં આવ્યા છે તો બીજી તરફ ઘરવખરી તેમજ રસોડામાં ઉપયોગી એવા એલ્યુમિનિયમના તમામ સાધનો મેળામાં મળી રહ્યા છે.
