સાબરકાંઠામાં કમોસમી વરસાદ, બે તાલુકામાં ઝાપટાં પડ્યા:વિજયનગર અને વડાલીમાં 3 મીમી સુધી વરસાદ નોંધાયો
Published: November 3, 2025 •
Language: English
સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. આજે સવારે આઠમાંથી બે તાલુકામાં 1 થી 3 મિલીમીટર વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના આઠમાંથી ચાર તાલુકામાં વરસાદ નોંધાયો છે. સોમવારે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન વિજયનગરમાં 1 મિલીમીટર અને વડાલીમાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. હિંમતનગરમાં વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં છાંટા જોવા મળ્યા હતા. ખેડબ્રહ્માના દામાવાસ અને વડાલીના કેશરગંજ સહિત આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા ડિઝાસ્ટર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 14 મિલીમીટર, વિજયનગરમાં 1 મિલીમીટર, વડાલીમાં 20 મિલીમીટર અને પ્રાંતિજમાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે.
