Gujarati News

સરકારને ચીમકી:હવે મગફળીની ખરીદી શરૂ નહીં થાય તો ભાજપના‎એકેય આગેવાનોને જિલ્લામાં પ્રવેશવા નહીં દેવાય‎

Published: November 3, 2025 • Language: English

કમોસમી વરસાદથી બોટાદ‎જિલ્લામાં કપાસ,સિંગ, જુવાર,‎બાજરી, રાયડો, ડુંગળી સહિતના‎પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન‎થયું છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર‎દ્વારા ટેકાના ભાવેસિંગની ખરીદી‎કરવાનું બંધ કરાતા ખેડૂતોમાં‎‎નારાજગી પ્રસરી છે.‎ ‎બોટાદ જિલ્લમાં‎‎ટેકાના ભાવે‎‎મગફળી ખરીદી‎‎અંગે જિલ્લા‎‎ભારતીય કિસાન‎સંઘન પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદાએ‎જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા‎1/ 11થી ટેકાના ભાવે સિંગની‎ખરીદી શરૂ કરવાનું જાહેર કર્યુ હતું. ‎200 મણ સિંગ ખરીદાશે. જેમાં 70‎મણની ખરીદી કરવાનું સરકાર‎દ્વારા નક્કી કરાયેલ જેથી બે માસ‎પહેલા ખેડૂતોએ ટેકાના ભાવે સિંગ,‎સોયાબીન, તુવેર, મગના વેચાણ‎માટે ઓનલાઇન નોંધણી કરાવી‎હતી. સરકાર દ્વારા ખરીદીમાં‎વિલંબ થશે તો ભાજપના‎આગેવાનોને બોટાદ જિલ્લામાં‎પ્રવેશવા દેવામાં નહીં આવશે નહી.‎ આ અંગે અધિકારીએ હાલ‎વરસાદ શરૂ છે ખરીદી કરે તો માલ‎લાવવા લઈ જવા ટ્રાન્સપોર્ટેશનમાં‎ખેડૂતોને તકલીફ પડે જેથી સરકાર‎દ્વારા ટૂંક સમયમાં ટેકાના ભાવે‎સિંગની ખરીદી શરૂ કરાશે તેમ‎જણાવ્યું હતું‎ સીએમનું ટ્વીટ : ટૂંક સમયમાં પેકેજ જાહેર થશે‎
બોટાદ જિલ્લામાં માવઠાંથી ખેડૂતો નુકસાન થયું છે ત્યારે ટૂંક‎સમયમાં રાજ્ય સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે તેમ‎મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. સરકારના મંત્રીઓએ‎પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે.‎તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી‎અત્યંત ઝડપથી હાથ ધરાઇ છે. મુખ્યમંત્રી સતત આ સંદર્ભે મંત્રીઓ‎અને અધિકારીઓની સાથે સંકલનમાં છે. ટૂંક સમયમાં રાહત-સહાય‎પેકેજ જાહેર કરશે તેમ પણ તેમણે જણાવ્યું છે.‎ 189 ગામના‎ 84,500 હેક્ટરમાં‎સર્વે થઇ રહ્યો છે‎
31 ઓક્ટોબરના બોટાદના‎ચારેય તાલુકામાં પડેલા માવઠાંને‎લઇ પાક નુકસાનીના સર્વેનો‎પ્રારંભ કરાયો છે. જેમાં 31‎ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધીમાં‎કપાસ, મગફળી બીજા અન્ય‎પાકો મળી 84,500 હેક્ટરમાં‎સર્વે કરાયો છે. જિલ્લાના 189‎ગામમાં હાલ સર્વે ચાલુ છે તેમ‎જિલ્લા ખેતીવાડી ઇન્ચાર્જ‎અધિકારી આર.એફ.વાળાએ‎જણાવ્યું હતું.‎​​​​​​​

Read more at source

← Back to Home