Gujarati News

ઝાડ પડતા સ્કોડા કારનું પડીકું વળી ગયું:કારચાલકનો ચમત્કારિક બચાવ, વડોદરાના સુભાનપરા વિસ્તારનો બનાવ

Published: November 1, 2025 • Language: English

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે એક વૃક્ષ ધરાશાયી થવાની બનાવ સામે આવ્યો છે. જલારામ મંદિરથી ઇન્વરબિટ મોલ તરફ જતા મુખ્ય માર્ગ પર આ ઘટના બની હતી, જેમાં એક સ્કોડા કાર પર વૃક્ષ પડી જવાથી કારને ભારે નુકસાન થયું હતું. સદભાગ્યે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની માહિતી મળતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી વૃક્ષને હટાવી દીધું હતું. ફાયરની ટીમ દ્વારા ઝાડ દૂર કરાયું
વડોદરા શહેરના સભાનપુરા વિસ્તારમાં એક વૃક્ષ મુખ્ય રોડ પર ધરાશાયી થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમને તરત સંપર્ક કરવામાં આવ્યો હતો. જેને પગલે વડીવાડી ફાયર બ્રિગેડની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. સ્થળ પર પહોંચીને તેઓએ વૃક્ષને કાપવા અને હટાવવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. કટર સહિતના સાધનોનો ઉપયોગ કરીને તેઓએ વૃક્ષના મુખ્ય ભાગને કાપીને દૂર કર્યો હતો. દુર્ઘટનાને પગલે સુભાનપુરા વિસ્તારમાં. મુખ્ય રોડ પર ટ્રાફિક જામ થયો હતો. કારચાલક બહાર નીકળ્યો’ને ઝાડ પડ્યું
વડીવાડી ફાયર બ્રિગેડના ફાયરકર્મી ધર્મેશ જાદવે જણાવ્યું હતું કે, અમને સુભાનપુરા વિસ્તારમાંથી કોલ મળ્યો તો કે, જલારામ મંદિર પાસે રસ્તામાં પીપળાનું વૃક્ષ ધરાશયી થઈ ગયું છે,જેથી અમે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા, તો એક કાર પર ઝાડ પડ્યું હતું. એના માલિક ત્યાં હાજર હતા. માલિક એવું કહ્યું હતું કે, જેવો જ હું ગાડીમાંથી નીકળ્યો અને એવું જ ગાડી પર ઝાડ ધરાશયી થયું હતું. એટલે ગાડીનું ઘણું બધું નુકસાન થઈ ગયું છે. અમે ઝાડ કાપીને વૃક્ષ હટાવી રહ્યા છીએ. જેસીબીની મદદથી અમે લોકો ઝાડ હટાવી રહ્યા છીએ.

Read more

← Back to Home